ગુજરાતમાં ગુટલીબાજ શિક્ષકો સામે અંતે સરકારની લાલ આંખ

ગુજરાતમાં ગુટલીબાજ શિક્ષકો સામે અંતે સરકારની લાલ આંખ
ગુજરાતમાં ગુટલીબાજ શિક્ષકો સામે અંતે સરકારની લાલ આંખ
ગુજરાતની સરકાર સંચાલીત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુટલીબાજ શિક્ષકો સામે આખરે સરકાર લાલ આંખ કરી રહી છે અને આવા સતત ગેરહાજર રહેતા શિક્ષકોની તમામ વિગતો રાજયભરમાંથી મંગાવવામાં આવી હોવાનું જાહેર થયું છે.રાજયના માધ્યમીક શિક્ષણ નિયામક દ્વારા તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં દર્શાવાયું છે  ફ્રેબુઆરીથી એપ્રિલ સુધીની શિક્ષકોની કેટલી હાજરી કે ગેરહાજરી રહી તેની તમામ વિગતો કચેરીને મોકલવાની રહેશે. ત્રણ મહિનામાં ગેરહાજર રહેલા શિક્ષકો અંગેની પુરેપુરી વિગતો મોકલવાનો કચેરીએ આદેશ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

10 દિવસની અંદર જ ગેરહાજર શિક્ષકો અંગેની વિગતો મોકલી આપવા શિક્ષણાધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. ફ્રેબુઆરી થી એેપ્રિલ સુધીના ગાળાની માહિતી  મંગાવવામાં આવી છે. 15 દિવસ સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે એવા સંકેતો મળી રહયા છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે લાલ આંખ કરતા ગુટલીબાજ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર રાજયમાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષણને ખાનગી શાળાઓ જેવું સર્વોત્તમ  માટે ક્ષેણીબધ્ધ પગલા લઇ રહી છે.

Read About Weather here

સરકારી શાળાઓનું શકય તેટલું આધુનિકરણ કરવામાં આવી રહયું છે. પાયાની માળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહયો છે. જયારે ગુટલીબાજ શિક્ષકોનો પ્રશ્ર્ન હંમેશાથી શિક્ષણ વિભાગ માટે શીરદર્દ સમાન રહયો છે. સરકારી શાળાઓમાં અત્યાર સુધીતો બધુ રધડધગડ ચાલતુ હતું. શિક્ષકો આવે કે ન આવે  પુછતું ન હતું. પરંતુ હવે સરકારે શાળાઓનું આધુનિકરણ શરૂ કર્યુ હોવાથી ગુટલીબાજ શિક્ષકોની સમસ્યાનું નિવારણ કરવા માટે સરકારે કડક પગલા લેવાની તૈયારી કરી લીધી છે. સરકારની કાર્યવાહીને વાલી અને વિદ્યાર્થી વર્ગે આવકાર આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here