ગુજરાતમાં એક સપ્તાહમાં વરસાદ ન આવે તો દુષ્કાળ નક્કી

ગુજરાતમાં એક સપ્તાહમાં વરસાદ ન આવે તો દુષ્કાળ નક્કી
ગુજરાતમાં એક સપ્તાહમાં વરસાદ ન આવે તો દુષ્કાળ નક્કી

ખરીફ પાક નિષ્ફળ જાય તો મોટા પાયે આર્થીક ફટકો પડવાનો ડર: મુખ્યમંત્રી સમક્ષ સિંચાઇના પાણી માટે ધા નાખતા ધારાસભ્યો


ગુજરાતમાં જો હવે આવતા એક સપ્તાહમાં વરસાદ નહીં દેખાય અને પુરતા પ્રમાણમાં વરસાદ નહીં પડે તો દુષ્કાળ નક્કી છે એવું માનવામાં આવે છે. એક અઠવાડીયા પછી સરકારના ચોપડે દુષ્કાળ નામનો શબ્દ ઉમેરાય જવાની શકયતા નિષ્ણાંતો વ્યકત કરી રહય છે. આથી અત્યારથી જ સિંચાઇના પાણી માટેની માંગણી બુલંદ બની રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજયમાં અત્યાર સુધીમાં 114 તાલુકાઓમાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. પરીણામે પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બની રહી છે. જળાશયો મોટા ભાગના ખાલી થઇ ચુકયા છે અને બીજા ખાલી થવાની તૈયારીમાં છે.

ગુજરાતના સૌથી મોટા સરદાર સરોવર ડેમની સપાટી પણ ઘટતી જાય છે જેના કારણે ખરીદ પાક પર ગંભીર જોખમ ઉભુ થવા પામ્યું છે. મગફળી, કપાસ, કઠોળ જેવા ખરીફ પાકોને સમયસર સિંચાઇનું પાણી પણ નહીં મળે તો ખરીફ સીઝન આખી નિષ્ફળ જવાનો ડર છે. પીવાના પાણીનું પણ ધેરૂ શંકટ ઉભુ થઇ શકે છે.

અત્યારથી ભાજપના અને વિપક્ષના ધારાસભ્યોએ સિંચાઇનું પાણી તાત્કાલીક છોડવા માટેની માંગણી શરૂ કરી દીધી છે. ભાજપના જ કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી ખરીફ પાક બચાવવા માટે સિંચાઇનું પાણી તાત્કાલીક છોડવા ધા નાખી છે.

Read About Weather here

જો ખરીફ પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને પાક સામે નુકશાનીનું વળતર કે સહાય ચુકવવાની પણ ધારાસભ્યો માંગણી કરી રહયા છે. મોટા ભાગના રાજયોમાં લોકોને જળ શંકટનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થતી દેખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here