ગુજરાતનું મહિલા સશક્તિકરણ દેશભરમાં અનુકરણીય

ગુજરાતનું મહિલા સશક્તિકરણ દેશભરમાં અનુકરણીય
ગુજરાતનું મહિલા સશક્તિકરણ દેશભરમાં અનુકરણીય

કેવડીયા કોલોનીમાં આદિવાસી મહિલાઓની જીવનગાથા
વેલણથી વાહનચાલક સુધીની યશસ્વી સફર

નામ એમનું જ્યોતિકુમારી તડવી છે. ઉમર 35 વર્ષ છે. અભ્યાસ એટલો જ કે માત્ર પોતાનું નામ જ લખી, વાંચી શકે છે. ભાંગ્યું- તૂટ્યું હિન્દી બોલે છે. પણ ખુમારી સાથે જ્યોતિ કહે છે કે, હું આત્મનિર્ભર મહિલા છું.મહિલાનો આ દાવો ખોટો નથી. આ આદિવાસી મહિલા કેવડીયા કોલોની ઈ-રીક્ષા ચાલક છે અને ગરિમા સાથે કહે છે કે મેં ઈ-રીક્ષા ઔર ઘર દોનો ચલાતી હું. વાત કેવડીયા કોલોની વિસ્તારની છે. અહીં રેલવેનાં પહેલા ગ્રીન ઉર્જા એકતાનગર રેલવે સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સહેલાણીઓ માટે ઈ-રીક્ષાઓ ચલાવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

એવા ઈ-રીક્ષા ચાલકો પૈકી 60 રીક્ષા ડ્રાઈવર તો એકલી આદિવાસી મહિલાઓ છે. આ મહિલાઓ સ્ટેશનથી સરદાર પ્રતિમા સુધીનાં ફેરા કરે છે. આવી 60 આદિવાસી મહિલાઓ વેલણથી રોટી વણવા જેવી સરળતા સાથે આરામથી રીક્ષા પણ ચલાવે છે અને ઘરની મુખ્ય બ્રેડ વિનર બનીને ગુજરાતનાં મહિલા સશક્તિકરણનાં મંત્રને દેશભરમાં ગુંજતો કરી રહી છે.

આવી એક બીજી આદિવાસી રીક્ષા ચાલક 25 વર્ષીય યુવતી પ્રતિમાકુમારી છે. પ્રતિમાએ કહ્યું કે, 2021 પહેલા અમે મામુલી જીવન પસાર કરતી હતી. જેમાં કોઈ ગૌરવ ન હતું. અપમાનજનક દશા હતી. પણ હવે નવી તકોનો સુરજ ઉગ્યો છે અમે રોજ રૂ.1 હજારથી માંડીને રૂ.1400 સુધી આસાનીથી કમાવી લઈએ છીએ. વાહનનું દૈનિક ભાડું માલિકને ચૂકવ્યા બાદ પણ અમારી પાસે રૂ.700 થી રૂ.1100 જેટલી રકમ બચે છે.

Read About Weather here

સરદાર પ્રતિમાની સંચાલક સંસ્થાનાં પ્રવક્તા રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આસપાસનાં ગામોની આ આદિવાસી મહિલાઓને એકતાનગર કૌશલ્ય વિકાસ સેન્ટર ખાતે સરકાર દ્વારા ડ્રાઈવિંગની તાલીમ આપવામાં આવી હતી. અત્યંત ગરીબ પરિવારોની 260 આદિવાસી મહિલાઓને ડ્રાઈવિંગની વિધિસર તાલીમ આપવાની યોજના પણ છે. 60 મહિલાઓ અત્યારે ઈ-રીક્ષા ચલાવી રહી છે. જેની રાજ્યભરનાં મીડિયામાં પણ નોંધ લેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here