ગુજરાતની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણની વાલીઓની માંગ

ગુજરાતની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણની વાલીઓની માંગ
ગુજરાતની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણની વાલીઓની માંગ

રાજ્યભરમાં વાલીઓ અને ખૂદ શાળા સંચાલકો દ્વારા ઓનલાઈન વર્ગ બંધ કરવાની બુલંદ માંગણી
રાજકોટ-મોરબીમાં વધુ એક વિદ્યાર્થીને કોરોના, જામનગરમાં ઓમિક્રોનનાં વધુ 2 કેસ નોંધાયા: સુરતમાં પણ એક પછી એક શાળાઓમાં હાહાકાર મચાવતો કોરોના, વધુ 28 વિદ્યાર્થી સંક્રમિત
વધુને વધુ શાળાઓ ઝડપથી ફરી ઓનલાઈન થઇ અથવા થવાની તૈયારીમાં: ઉપલેટાની ખાનગી સ્કૂલના એક સાથે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

સૌરાષ્ટ્ર અને ગુજરાતની શાળાઓમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાએ ફૂંફાળો મારી વધુ ગંભીરરૂપ લેતા રાજ્યભરનાં વાલી વર્ગમાં જબરી ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે અને તાત્કાલિક ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા ખૂણે-ખૂણેથી માંગણી ઉઠી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપલેટામાં એક ખાનગી શાળામાં સાગમટે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. સુરતમાં વધુ 28 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. રાજકોટ-મોરબીમાં વધુ એક-એક વિદ્યાર્થી સંક્રમિત થતા વાલી વર્ગ અને ખૂદ શાળા સંચાલકમાં ખળભળાટ મચી ગયો છે.

આથી ગુજરાતભરમાં ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા ચાલુ રાખવા અને વર્ગ ખંડો બંધ કરવા વાલીઓમાં જોરદાર માંગણી ઉઠી છે. રાજ્યમાં સંખ્યાબંધ શાળાઓ જાતે વર્ગ બંધ કરી રહી છે અને ઓનલાઈન શિક્ષણ તરફ પરત ફરી રહી છે.

અમદાવાદમાં પશ્ર્ચિમ વિસ્તારની સંખ્યાબંધ શાળાઓએ ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે અને ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું છે.રાજ્યભરની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતા જે ઝડપે કોરોના સંક્રમણ વધી ગયું છે. તેના પગલે વાલીઓ ડરી ગયા છે.

અમૂક શાળાઓમાં તો ત્રણ આંકડામાં કેસ આવ્યા હોવા છતાં ઓફલાઈન શિક્ષણ ચાલુ રહ્યું છે જેના કારણે વાલીઓમાં કચવાટ પ્રસરી ગયો છે. સુરતમાં તો એક કે બે કેસ વાળી શાળાઓમાં પણ વર્ગ ખંડો બંધ કરી દેવામાં આવ્યા છે. કુલ 6 શાળાઓ બંધ થઇ ગઈ છે અને 8 શાળાઓમાં કેટલાક વર્ગ બંધ કરવામાં આવ્યા છે.

જામજોધપુરથી ઉપલેટા બસમાં અપ-ડાઉન કરતા મધર્સ પ્રાઈડ સ્કૂલનાં એક સાથે 13 વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ થયું છે. પરિણામે ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં ધો-10 ની એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઇ છે. મોરબીમાં એક વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.

સુરતમાં સોમવારે નોંધાયેલા 213 કોરોના કેસોમાંથી 28 વિદ્યાર્થી હોવાનું નોંધાયું છે. જેના કારણે આવી શાળાઓમાં ફટાફટ ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં પશ્ર્ચિમ વિસ્તારની કેટલીક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ધો-1 થી 5 નાં વર્ગો ફરી ઓનલાઈન કરાયા છે. ધો-10 થી 12 નાં વર્ગો પણ ઓનલાઈન કરવાની તૈયારી થઇ રહી છે. અમદાવાદમાં છેલ્લા બે સપ્તાહમાં 45 વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ થયું છે. રાજ્યભરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં 200 થી વધુ વિદ્યાર્થીઓઅને શિક્ષકો કોરોના સંક્રમિત થઇ ગયા છે. સૌથી વધુ સુરતમાં 90 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોરોના સંક્રમણ થયું છે. આ રીતે કોરોનાએ શાળાઓમાં હાહાકાર મચાવવાનું શરૂ કર્યું હોવાથી વાલીઓ તમામ વર્ગોનું ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવા જોરદાર માંગણી કરી રહ્યા છે.

Read About Weather here

રાજકોટ, સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં તો કેટલાક શાળા સંચાલકોએ ખૂદ ઓફલાઈન વર્ગ બંધ કરી જ દીધા છે અને વધુ વર્ગો બંધ થવાની શક્યતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here