ગુજરાતની દીકરીઓની આપવીતી

ગુજરાતની દીકરીઓની આપવીતી
ગુજરાતની દીકરીઓની આપવીતી
જેમાં ઘરેલું હિંસા, અન્ય કોઈ પરેશાની કે સમસ્યામાં કાઉન્સેલિંગ અથવા કાયદાકીય રીતે મદદ કરવામાં આવતી હોય છે. રાજ્યમાં મહિલાઓની સહાયતા માટે 181 અભયમ હેલ્પલાઈન કાર્યરત છે. હાલમાં અભયમની ટીમ દ્વારા ત્રણ કિસ્સામાં મદદ કરીને બે ઘર તૂટતા બચાવી લેવાયા હતા, જ્યારે એક કિસ્સામાં યુવતીની હત્યાનું કાવતરું કરતા ઘરના સદસ્યોથી તેને બચાવીને આશ્રયગૃહમાં આસરો આપવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Inquiry ordered after Maharashtra official's audio statement about mental  harassment goes viral - India News

પહેલો કિસ્સો:ધંધુકા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી 21 વર્ષીય યુવતીએ અભયમ હેલ્પલાઇનને જણાવ્યું કે, મારા પરિવારમાં માતા-પિતા અને ભાઈ સાથે રહીએ છીએ. પિતા મજૂરી કરે છે. પૈસાની લાલચમાં માતા-પિતા અને કાકા એકવાર લગ્ન કરેલ પુરુષ સાથે મને લગ્ન કરવા જબરજસ્તી કરે છે. હું તે પુરુષ સાથે લગ્ન કરવા તૈયાર નથી. મને જે છોકરો પસંદ છે તે છોકરાને સાત ભાઈઓ છે. તેથી પ્રોપર્ટીમાં સાત ભાગ પડે તેવો વિચાર કરતા પૈસાની લાલચમાં એક વાર લગ્ન કરેલ પુરુષ સાથે લગ્ન કરાવવા માંગતા હતા.લગ્ન કરવાની ના પાડી ત્યારે પિતા અને કાકા દીકરી નામનો કાંટો કાઢી નાખીએ તેમ કરી તેને મારી નાખવાની વાત કરતા હતા. ઘરમાં યુવતી સાથે કોઈ વાતચીત ના કરતા અને જાનવર જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. તેને ઘરની બહાર નીકળવા કે કોઈ સાથે વાત કરવા દેતા ના હતાં. યુવતી ફોનમાં વાતચીત ન કરી શકતા તેણે 181માં મેસેજથી વાત કરી મદદ માંગી હતી. ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ કેસમાં આગળ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતી ન હતી, તેમજ પરિવાર સાથે રહેવા માંગતી ન હતી તેથી તેઓની સલામતી માટે આશ્રય ગૃહમાં લઈ જવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

બીજો કિસ્સો:અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મુકબધિર વ્યક્તિ ઘરમાં દારૂના નશામાં ચકચૂર થઈ ઝઘડા કરતો હતો. જેના કારણે બાળકો પોતાની પરીક્ષા પર ધ્યાન આપી શકતા ન હતા. તે પોતાની 13 વર્ષની દીકરી અને પત્ની સાથે દારૂના નશામાં મારઝૂડ કરતો હતો. પરીક્ષા ચાલતી હોવાથી વાંચન પર અસર પડતી હોય અને પિતાની આવી હરકતોથી કંટાળીને 13 વર્ષની દીકરીએ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. જો કે પતિ-પત્ની બંને બહેરા-મૂંગા હોવાથી કાઉન્સેલિંગમાં તકલીફ પડશે તેમ જણાવ્યું ત્યારે દીકરીએ પોતે જણાવ્યું હતું કે, તમે આવી અને મને સમજાવોને હું મારા માતા-પિતાને સાંકેતિક ભાષામાં સમજાવીશ. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી અને બાળકીને આ સમગ્ર બાબત જણાવ્યું હતું અને બાદમાં તેણે સાંકેતિક ભાષામાં તેના પિતાને જાણકારી આપતા તેઓ સમજ્યા હતા અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

Read About Weather here

ગુજરાતની દીકરીઓની આપવીતી દીકરી

ત્રીજો કિસ્સો: ગાંધીનગર જિલ્લાના એક ગામમાં રહેતી અને પાંચ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનારી મહિલાને પતિએ બે વર્ષના દીકરા સાથે ઘરેથી કાઢી મુકી હતી. જેના કારણે તેની માનસિક સ્થિતિ બગડી હતી અને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા આવી હતી. પરંતુ તેની સાથે કોઈ ન હોવાથી તેને દાખલ કરવામાં આવી ન હતી જેથી તેણે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. સિવિલ લોકેશનની મહિલા હેલ્પલાઇનની ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેના સાસરી પક્ષને તેમજ પિયર પક્ષને જાણ કરી હતી.પરંતુ પિયર પક્ષમાં પિતા તેને રાખવા માંગતા ન હોવાથી મહિલાને આશ્રય ગૃહમાં મોકલવામાં આવી હતી અને સાસરી પક્ષમાં જાણ કરી હતી. સાસરી પક્ષ દ્વારા આવતા ચાર-પાંચ કલાક થશે એમ કહ્યું હતું જેથી મહિલાને આશ્રયગૃહમાં મોકલવામાં આવી હતી અને બીજા દિવસે એના સાસુ આશ્રયગૃહમાં આવીને મહિલાને લઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here