ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપ છવાશે

ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપ છવાશે
ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપ છવાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને મુંબઈ મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીઓનાં જંગમાં ભાજપ મેદાન મારશે. એવી દેશના સટ્ટાબજારમાં આગાહી કરવામાં આવી રહી છે. બુકીઓના મતે મુંબઈ મનપામાં શિવસેનાને પછાડી ભાજપ સતા મેળવે એવી પૂરી સંભાવના છે. જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લાગે-વળગે છે ત્યાં સુધી બુકીબજારનાં મતે ભાજપ હોટ ફેવરીટ છે અને આસાનીથી બહુમતી મેળવશે એવી સટ્ટાબજારની આગાહી છે.

Visit Saurashtra Kranti Homepage here

સટ્ટાબજારના વિશ્ર્વાસુ સુત્રોએ જણાવ્યા મુજબ વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ નહીં પણ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે અને ચૂંટણીઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે તેમ છે. આગામી થોડા સપ્તાહમાં જ હાર્દિક ભાજપમાં જોડાઈ તેવી પ્રબળ સંભાવના સટ્ટાબજારમાં ચર્ચાઈ રહી છે. એમના મતે ભાજપમાં જોડાઈ તો હાર્દિક પટેલ 20 થી 25 બેઠકો પર અસર છોડી શકે છે. પટેલ સમાજનાં બહુલ મતો જ્યાં હોય ત્યાં હાર્દિકનું નામ ભાજપને ફાયદો કરાવી શકે તેમ છે. સટ્ટાબજારમાં જાહેર થયેલા જય-પરાજયનાં દરમાં ફેરફાર થઇ શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણી રેલીઓ બાદ રેટમાં ફેરફાર થઇ શકે છે.

Read About Weather here

બુકી બજારના આ મતે ગુજરાતમાં ભાજપને 100 થી 130 બેઠકો મળવાની ધારણા છે. રૂપિયા પર 10 પૈસાથી 85 પૈસા સુધીનો ભાવ કાઢવામાં આવ્યો છે. એ ભાજપ માટે છે. જયારે કોંગ્રેસને 10 થી 30 બેઠકો મળી શકે છે. એવું બુકી બજારનું માનવું છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને 120 બેઠકો સાથે આસાનીથી બહુમતી મળે એવી આગાહી કરવામાં આવી છે. ઉધ્ધવ ઠાકરેની શિવસેનાને 10 થી 30 બેઠકો મળે તેવી આગાહી છે. વધીને 40 બેઠક સુધી પહોંચી શકે છે. જયારે રાજ ઠાકરેના મનસેને માત્ર 5 થી 15 બેઠકોની વચ્ચે મળી શકે છે. કોંગ્રેસ અને શરદ પવારના પક્ષ માટે હજુ બુકીઓએ કોઈ ભાવ ખોલ્યો નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here