ગુજરાતની ઉત્તરાયણમાં પતંગ બજારમાં 50 કરોડના ટર્નઓવરનો અંદાજ

ગુજરાતની ઉત્તરાયણમાં પતંગ બજારમાં 50 કરોડના ટર્નઓવરનો અંદાજ
ગુજરાતની ઉત્તરાયણમાં પતંગ બજારમાં 50 કરોડના ટર્નઓવરનો અંદાજ

સમગ્ર ગુજરાતમાં પંતગની બનાવટ ક્ષેત્રે ચરોતરના બે શહેરોની સર્વત્ર બોલબાલા
ખંભાતમાં ગત વર્ષે કોરોનાના કારણે પતંગોનું ઉત્પાદન માત્ર 50 ટકા જેટલું થયું

કોરોનાના કારણે પતંગ બનાવવાનો કાચો માલ મોંઘો થયો છે જેની અસર તેના ભાવો પર પડી છે. ગયા વર્ષે 100 પતંગોનો ભાવ રૂ.400 હતો આ વર્ષે 450-500 છે.કારીગરોના મજૂરીના 120 થી વધી 200 થયા છે.અમોએ ગયા વર્ષે 4 લાખ જેટલી પતંગોની ઉત્પાદૃન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ વર્ષે 1 લાખ પતંગોનું ઉત્પાદૃન કર્યું છે.ઉત્પાદૃન ઘટ્યું છે સામે માલની માંગ વધી છે. તેવી જ રીતે ગયા વર્ષે 1000 કમાનોનો ભાવ 450 હતો આ વર્ષે 550 થયો છે. ખંભાતમાં કાગળ પણ દિૃલ્હી મુંબઈથી આયાત થાય છે. જેનો ભાવ પણ વધતા બનાવટ બાદૃ પણ ઉત્પાદૃકો નફો રડી નહીં શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

સમગ્ર ગુજરાતમાં પંતગની બનાવટ ક્ષેત્રે ચરોતરના બે શહેરોની સર્વત્ર બોલબાલા છે. નડિયાદૃની સાથે સાથે ખંભાતની પતંગો પણ ખૂબ પ્રખ્યાત છે. રાજ્યમાં પતંગના ગૃહઉદ્યોગનો મોટાભાગનો હિસ્સો આ બે શહેરોમાં હોવાનું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.

ખંભાતની વાત કરીએ તો ગત વર્ષે કોરોનાના કારણે પતંગોનું ઉત્પાદૃન માત્ર 50 ટકા જેટલું થયું હતું જેની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 80 ટકા પર પહોંચી ગયું છે અને જેમ-જેમ ઉત્તરાયણ નજીક આવશે એમ-એમ ધંધામાં મબલખ તેજી આવવાની આશા વેપારીઓને છે.

ખંભાતી પતંગમાં વપરાતો જીલેટીન કાગળ, ઢઢ્ઢાનો વાંસ ઉત્કૃષ્ટ ગુણવત્તાના હોવાથી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી.ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદૃન થયું છે. ખંભાતની પ્રસિદ્ધ પતંગોના વેચાણમાં તેજી આવવાને કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ નિર્માણમાં સક્રિય થયાં છે.

હાલ ખંભાતમાં 7000 જેટલાં પતંગના કારીગરો છે, જેમાં ચાર હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે.જેઓ ઘરે પતંગો બનાવી રોજગાર મેળવે છે. ખંભાતી પતંગ બનાવવા માટે કુલ સાત જગ્યાએ થી પતંગ પ્રસાર થાય છે

જેમાં કાગળ કટીંગ, કમાન, ઢઢો, કિનારી,પૂછડું, પટીઓ, ડિઝાઇનનો સમાવેશ થતો હોવાનું પતંગ વિક્રેતા બિપીનચંદ્ર ચુનારાએ જણાવ્યું હતું. ઉપરાંત એક અંદૃાજ મુજબ માત્ર સુરતમાં જ અહીની 70 લાખથી વધુ પતંગોનું વેચાણ થાય છે.

ખંભાતમાં 1200 થી વધુ પરિવારના 7 હજાર જેટલા પતંગ કારીગરો પતંગો બનાવવાનું કામ કરી રહૃાા છે. જે પૈકી 4 હજાર મહિલાઓનો સમાવેશ થાય છે. ખંભાતના બજારમાં બે ઈંચની ટચૂકડી પતંગો આકર્ષણ જન્માવે છે.

ગૃહ સજાવટ, ભેટ તથા સુશોભનમાં વપરાતી ટચૂકડી પતંગો ઉપરાંત 8 ફૂટના ચંદૃરવો, રોકેટ જેવા પતંગોની માંગ વધી છે. આ પતંગો રૂ.500થી 2000 સુધીમાં વેચાય છે. ખંભાતના ઉત્પાદૃકો વર્ષે 5 કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રિટેઈલમાં વેચાણ કરતા હતા.

Read About Weather here

આ વર્ષે 8 કરોડથી વધુ પતંગો બનાવવામાં આવી છે. જેનાથી ખંભાતમાં 50 કરોડ રૂપિયાનું જેટલો ટર્ન ઓવર થવાની આશા છે. રાજ્યભરમાંથી દૃૈનિક સરેરાશ 8થી 12 હજાર જેટલાં પતંગ રસિકો, ઉત્પાદૃકો ખરીદૃી માટે આવતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here