ગુજરાતનાં મોટાભાગનાં શહેરો પર વાયુ પ્રદુષણનાં ઓછાયા

ગુજરાતનાં મોટાભાગનાં શહેરો પર વાયુ પ્રદુષણનાં ઓછાયા
ગુજરાતનાં મોટાભાગનાં શહેરો પર વાયુ પ્રદુષણનાં ઓછાયા

મહારાષ્ટ્રનાં શહેરો કરતા પણ વધુ પ્રદુષિત બની રહ્યાનો ચિંતાજનક અહેવાલ: વાપી, અમદાવાદ, અંકલેશ્ર્વર જેવા શહેરોમાં ઘેરું બનતું હવાનું પ્રદુષણ
મહારાષ્ટ્રનાં શહેરો ગુજરાત કરતા ઘણું વધુ શુધ્ધ હવામાન ધરાવતા હોવાનું તારણ

દેશના તમામ રાજ્યોમાં વાયુ પ્રદુષણની વધ-ઘટનું મોનિટરીંગ કરતા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટનાં એક ખાસ અભ્યાસ અહેવાલમાં એવી ચોંકાવનારી હકીકતો બહાર આવી છે કે, ગુજરાતમાં મોટાભાગનાં શહેરોમાં વાયુ પ્રદુષણ સતત વધી રહ્યું છે. પડોશી મહારાષ્ટ્રનાં શહેરો કરતા પણ ગુજરાતનાં શહેરો હવામાનની દ્રષ્ટિએ વધુ પ્રદુષિત બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વાયુ પ્રદુષણ અંગેનાં ખાસ સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે, ગુજરાતમાં અંકલેશ્વર અને અમદાવાદનો વટવા વિસ્તાર સૌથી વધુ વાયુ પ્રદુષણનું પ્રમાણ ધરાવે છે. આ વિસ્તારમાં હવા સૌથી વધુ પ્રદુષિત થઇ ચુકી છે.

એ પછી વાપી અને અમદાવાદનો ક્રમ આવે છે. વાયુ શુધ્ધતા પામવાના માપદંડમાં આ રીતે આ વિસ્તારો સૌથી પાછળ રહ્યા છે. ગુજરાતમાં નબળી અને ખૂબ નબળી હવામાન ગુણવત્તાનાં દિવસો વર્ષ દરમ્યાન 102 જેટલા રહ્યા છે.

એ પછી મુંબઈનો કલ્યાણ વિસ્તાર-84 દિવસ, વટવા- 75 દિવસ અને નવી મુંબઈ- 54 દિવસોનાં ખરાબ હવામાન સાથે આ યાદીમાં સામીલ થઇ ગયા છે. વાપીમાં નબળી અને અતિ નબળી પ્રદુષિત હવાના 48 દિવસો જોવા મળ્યા છે. જો કે આ શહેરનો શિયાળાનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.

Read About Weather here

હવાનું ગુણવત્તા માપવા માટે આ બે રાજ્યોનાં 15 શહેરોમાં એરક્વોલીટી મોનિટરીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં અંકલેશ્ર્વર, નાંદેસરી, વાપી અને વટવામાં એક-એક સ્ટેશન, ગાંધીનગરમાં 4 અને અમદાવાદમાં 8 હવામાન માપક સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here