ગુજરાતનાં માર્ગો પર એલએનજી બસ દોડાવવા એસટીનો પાઈલોટ પ્રોજેક્ટ

ગુજરાતનાં માર્ગો પર એલએનજી બસ દોડાવવા એસટીનો પાઈલોટ પ્રોજેક્ટ
ગુજરાતનાં માર્ગો પર એલએનજી બસ દોડાવવા એસટીનો પાઈલોટ પ્રોજેક્ટ
ઇંધણનાં વધતા જતા વપરાશને નિયંત્રિત કરી ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને શુધ્ધ રાખવા ગુજરાત એસટી નિગમ દ્વારા એલએનજી બસોનું પાઈલોટ પ્રોજેક્ટ અમલમાં મુકવાનું નક્કી થયું છે. હાલ પ્રારંભિક અને પ્રાયોગિક ધોરણે ડીઝલ ચાલિત 3 એસટી બસનું એલએનજી રૂપાંતર કરવા નગેઈલથ ને સોંપવામાં આવી છે. આ ત્રણ બસ માર્ગ પર દોડતી થયા બાદ એસટી દ્વારા બસોનું એલએનજી ક્ધવર્ઝન કરવા ગેઈલ સાથે ખાસ કરવામાં આવશે. તેવું એસટીનાં સુત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

એસટી નિગમનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યારે રાજ્યમાં ડીઝલનો દૈનિક વપરાશ પાંચ લાખ લીટર જેટલો છે. જેનાથી પર્યાવરણને પણ નુકશાન થાય છે અને વાયુ પ્રદુષણ વધે છે. એની સામે એલએનજી એ પર્યાવરણને અનુકુળ આવતું ઇંધણ છે અને તેના ઉપયોગથી સલ્ફર ડાયોકસાઈડ હવામાં ફેંકતું નથી. ઉપરાંત ડીઝલનાં પ્રમાણમાં 30 ટકા ઓછું કાર્બન ડાયોક્સાઈડ હવામાં ફેંકાઈ છે અને નાઈટ્રોજન ઓકસાઈડ પણ 80 ટકા જેવું ઘટી જાય છે.

એસટી નિગમનાં સુત્રોએ જણાવ્યા મુજબ એસટી નિગમ માટે સીએનજી બસોનો પ્રયોગ સફળ રહ્યો નથી અને ઈલેક્ટ્રીક બસો ખૂબ જ મોંઘી અને ખર્ચાળ પુરવાર થાય છે. પ્રતિ ઈલેક્ટ્રીક બસ દીઠ મૂડીખર્ચ લગભગ રૂ. સવા કરોડ જેટલો થાય છે. પણ એક આખી એસટી બસને એલએનજીમાં ક્ધવર્ટ કરવાનો ખર્ચ રૂ.12 લાખ થાય છે. નવી ડીઝલ બસનો મૂડીખર્ચ રૂ.28 લાખ ઉમેરીએ તો પ્રતિ એલએનજી બસ દીઠ રૂ.40 લાખ ખર્ચ થાય.

એસટી નિગમનાં ઉપાધ્યક્ષ અને એમડી એમ.એ.ગાંધીએ જણાવ્યું હતું કે, અમે અત્યારે ત્રણ એસટી બસ એલએનજી રૂપાંતરીત કરવા ગેઈલ ને આપી છે. એ અંગેની ફિટનેશ સર્ટીફીકેટ મેળવવામાં આવશે. એસટી જાહેર વાહન વ્યવહાર વ્યવસ્થા છે એટલે પર્યાવરણ શુધ્ધ રહે, શુધ્ધ ઇંધણનાં વપરાશની સાથે ખર્ચ પણ ઘટે તે અમારે વિચારવું પડે, જો આ પ્રયોગ સફળ રહેશે તો અમે ક્ધવર્ઝન માટે નગેઈલથ સાથે ખાસ કરાર કરશું.

Read About Weather here

એસટીનાં સુત્રો કહે છે કે, વડોદરાનાં વાઘોડિયા ખાતે નગેઈલથ નું એલએનજી સ્ટેશન પણ છે. દહેજ ખાતે પણ એલએનજી પમ્પીંગ સ્ટેશન પણ છે જેનો એસટી ઉપયોગ કરી શકે છે. એકવાર બસની ટેન્ક પુરેપુરી એલએનજી થી ભરાઈ જાય એટલે 850 કિ.મી. સુધી ચાલી શકે છે. ત્યાં સુધી ઇંધણ પુરવાની જરૂર પડતી નથી. એલએનજી ટેન્કની ક્ષમતા પણ સીએનજી કરતા અઢી ગણી વધુ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here