ગુજરાતનાં પાંચ ડે.કલેકટરની બદલી

ગુજરાતનાં પાંચ ડે.કલેકટરની બદલી
ગુજરાતનાં પાંચ ડે.કલેકટરની બદલી

રાજકોટનાં પુરવઠા અધિકારી તરીકે પ્રશાંત માંગુડાની નિમણુંક

રાજ્યનાં પાંચ ડે.કલેકટરની બદલી કરવામાં આવી છે. રાજકોટનાં પુરવઠા અધિકારી તરીકે પ્રશાંત માંગુડાની નિમણુંક કરાઈ છે. સુશ્રી મૃણાલદેવી એ ગોહીલ ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ખાસ જમીન સંપાદન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેઓની અમદાવાદ નાયબ અન્ન નિયંત્રણ તરીકે નિમણુંક કરાઈ છે. સુશ્રી સાબેરા મલેક મહેસાણા કલેકટર કચેરી ખાતે ખાસ જમીન સંપાદન અધિકારી હતા. તેઓની ગાંધીનગર કમિશનર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન નિમણુંક કરાઈ છે.

સુશ્રી ભાવનાબેન જે.ઝાલા વેરાવળ ખાતે નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓની સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી તરીકે નિમણુંક થઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી ચેતન મીંસણની ગાંધીનગર ના.કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન પત્ર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડાની રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે નિમણુંક થઇ છે.

Read About Weather here

તાજેતરમાં રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાની ગાંધીનગર મહાનગરપાલિકામાં ડે.કમિશનર તરીકે નિમણુંક કરાઈ હતી. રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની ખાલી પડેલી જગ્યા પર દેવભૂમિ દ્વારકાનાં જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત બી.માંગુડાની નિમણુંક કરાઈ છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here