ગુજરાતનાં પરપ્રાંતિયોનાં મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુધ્ધ

ગુજરાતનાં પરપ્રાંતિયોનાં મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુધ્ધ
ગુજરાતનાં પરપ્રાંતિયોનાં મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુધ્ધ

આવા નિવેદન બદલ રઘુ શર્મા રાજ્યની જનતાની માફી માંગે: સી.આર.પાટીલ
રાજ્યમાં પરપ્રાંતિય લોકોમાં ડરનો માહોલ છે: પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માનાં એક નિવેદનને પગલે રાજ્યમાં બે મોટા પક્ષો વચ્ચે શબ્દ યુધ્ધ ભડકી ઉઠ્યો છે. પરપ્રાંતિયોની સ્થિતિ અંગે રઘુ શર્માએ એવું નિવેદન કર્યું છે કે, રાજ્યમાં પરપ્રાંતિય લોકો ભયમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

એમનામાં ડરનો માહોલ પ્રસરી ગયો છે. કોંગ્રેસ પ્રભારીનાં આ નિવેદનથી રાજ્યમાં જબરો વિરોધ વંટોળ જાગી ઉઠ્યા છે અને ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

આજે અમદાવાદમાં કોંગ્રેસની રાજ્યવ્યાપી સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ થઇ છે. આ પ્રસંગે બોલતા કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માએ એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં નવી પેઢીને ગુમરાહ કરવાનું કામ ચાલી રહ્યું છે. અહીં વસતા પરપ્રાંતિય લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ પ્રભારીનાં નિવેદનનાં ભાજપમાં ઘેર પડઘા પડ્યા છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રઘુ શર્માએ ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ.

બીજીતરફ ગુજરાત સરકારનાં પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ પ્રભારી પર પલટવાર કર્યો છે. જીતુ વાઘાણીએ રઘુ શર્માનું નિવેદન શરમજનક જણાવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો

કે, કોંગ્રેસે હંમેશા ભાગલા પાડવાનું કામ કર્યું છે. આ રીતે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યાં આ મુદ્દાએ ભારે રાજકીય રંગ પકડી લીધો હોય તેવું દેખાય છે.

Read About Weather here

આગામી દિવસોમાં ભાજપનાં નેતાઓ દ્વારા કોંગ્રેસ પ્રભારીનાં નિવેદનને ખૂબ ચગાવવામાં આવે અને રાજકીય લાભ મેળવવાની કોશિશ કરવામાં આવે તેવું રાજકીય નિરીક્ષકોને લાગે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here