ગિર અભ્યારણ્યની મધ્યમાંથી પાકો રસ્તો બનાવવાની યોજના સાવજો માટે ઘાતક

ગિર અભ્યારણ્યની મધ્યમાંથી પાકો રસ્તો બનાવવાની યોજના સાવજો માટે ઘાતક
ગિર અભ્યારણ્યની મધ્યમાંથી પાકો રસ્તો બનાવવાની યોજના સાવજો માટે ઘાતક

વન્યજીવ નિષ્ણાંતોમાં ઉગ્ર વિરોધની લાગણી, રસ્તાની બંને તરફ વન્યજીવો પર જોખમ: રેલવે પાટાની સમાંતર જ 14 કિ.મી. લાંબો રસ્તો વિસાવદરને સાસણ સાથે જોડશે: જૂનાગઢનાં સાંસદ ચુડાસમાએ રસ્તો જલ્દી બનાવવા કેન્દ્રમાં રજૂઆત કરી
વન્યજીવ પ્રેમીઓની દલીલ, રસ્તો પાકો અને પહોળો કરવાથી વાહનોની ઝડપ વધશે એટલે રસ્તો ઓળંગતા સાવજ, દીપડા જેવા વન્યજીવોનાં જાન પર જોખમ

સાવજ, દીપડા જેવા બહુમૂલ્ય વન્ય પ્રાણીઓ અને અન્ય તૃણ પક્ષી પ્રાણીઓથી છલોછલ ગિર અભ્યારણ્ય વિસ્તારમાં મુખ્ય કાચો રસ્તો પહોળો કરી ડામરનો બનાવવાની દરખાસ્ત સામે ભારે વિરોધ જનજાવાત જાગી ઉઠ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સાવજોનાં આવાસની બરાબર વચ્ચેથી પસાર થતો 14 કિ.મી. લાંબો કાચો રસ્તો રેલવે લાઈનની બરાબર બાજુમાંથી પસાર થાય છે. આ રસ્તાને પહોળો કરી ડામરનો બનાવવાની દરખાસ્ત કેન્દ્રનાં હાઈ-વે વિભાગમાં મુકવામાં આવી છે.

પણ વન્યજીવ પ્રેમી અને નિષ્ણાંતોએ દલીલ કરી છે કે, આ રસ્તાથી ગિરનાં બે ભાગ થઇ જશે. પરિણામે રસ્તો ઓળંગીને સામ સામે અવરજવર કરતા રાની પશુઓ પર જોખમ ઉભું થશે.

રસ્તા અને ગૃહનિર્માણ વિભાગે રોડનું કામ ચાલુ કરવાની મંજૂરી માંગી છે અત્યારે આ કાચો રોડ છે. ગિર અભ્યારણ્ય અને નેશનલ પાકો સલાકાર સમિતિનાં સભ્ય રેવતુંભા જાડેજાએ વાંધો લેતા જણાવ્યું છે

કે, પાકો રસ્તો બનવાથી વન્યજીવોને રસ્તાની બંને તરફ અવરજવર કરતા જોખમ ઉભું થશે. ગેરકાયદે મુલાકાતીઓ માટે રક્ષિત વિસ્તારમાં ઘૂસવું સરળ બનશે. પરિણામે શિકારી ટોળકીઓને પણ અંદર ઘુસવામાં સરળ થઇ જશે.

ઉપરાંત ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિઓ વધી જશે.જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર અને વન્યજીવનિષ્ણાંત ભૂષણ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગીરની બરાબર મધ્યમાંથી પસાર થતો રસ્તો પાકો બનાવી દેવાથી ટ્રાફિક વધશે. સાવજ,

દીપડા સહિતનાં વન્યજીવોની શાંતિ હણાઈ જશે. ઉપરાંત એમની હેરફેરમાં પણ અવરોધ ઉભો થશે. જેની લાંબાગાળે વન્યજીવોનાં બ્રીડીંગ ઉપર પર અસર થશે.

વાહનો ઝડપથી પસાર થાય એટલે વન્યજીવો પર ગંભીર ખતરો ઉભો થઇ શકે છે. ગીરમાં અત્યારે સાવજનાં વસવાટની બહાર પણ અન્ય રોડ છે. જે પાકા બનાવવા જોઈએ.

જેથી વનનાં રાજાની શાંતિમાં ખલેલ ઉભી ન થાય. ગુજરાત હાઈકોર્ટે પણ તાજેતરમાં વન્યજીવોની સુરક્ષા અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા રેલવે તંત્રને આદેશ આપ્યો હતો.

રેલવે લાઈન બ્રોડગેજ બનાવવાથી અને રેલવે ટ્રેકનું વીજળીકરણ કરવાથી અન્ય જીવન પર કેવી અસર થશે. એ અંગે અદાલતે વિગતો માંગી છે. આ વિસ્તારમાં તેલ અને ગેસની પાઈપલાઈન પણ નાખવામાં આવનાર છે.

તેનો વિરોધ કરતી અરજી હાઈકોર્ટમાં થઇ છે. જો આ રસ્તો પાકો બને તો અકસ્માતો વધી જવાનો ડર રહે છે અને નાના મોટા જનાવરો પર ગંભીર ખતરો ઉભો થઇ શકે છે. સંખ્યાબંધ નિષ્ણાંતોએ સુચિત માર્ગ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે

અને રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરી છે. ભૂતકાળમાં પણ ગીરનાં રદય વિસ્તારમાં આવો રસ્તો બનાવવાની દરખાસ્તો થઇ હતી પણ જે તે સમયે રાજ્ય સરકારે નકારી કાઢી હતી.

Read About Weather here

ગીરની મહામુલી વન્ય પ્રજાતિની રક્ષણ કરવાની સૌની જવાબદારી છે. જૂનાગઢનાં ભાજપનાં સાંસદ રાજેશ ચુડાસમા આ રસ્તાની યોજના માટે ખૂબ જ દોડધામ કરી રહ્યા છે અને તાત્કાલિક પ્રોજેક્ટ પૂરો કરવા કેન્દ્ર સરકારમાં રજુઆતો કરી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here