ગરીબ કલ્યાણ મેળાઓ થકી અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ: મુખ્યમંત્રી

ગરીબ કલ્યાણ મેળાઓ થકી અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ: મુખ્યમંત્રી
ગરીબ કલ્યાણ મેળાઓ થકી અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમરેલીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
અમરેલી જિલ્લાના 82 હજાર લાભાર્થીઓને રૂપિયા 102 કરોડની સહાયનું વિતરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ બારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના ત્રીજા દિવસે અમરેલી ખાતે દરિદ્ર નારાયણને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરતા જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાઓ થકી અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડવાનો અમારો પ્રયાસ છે. ગરીબ અને અમીર વચ્ચેની અસમાનતાની ખીણ વધુ પહોળી ન બને તે જરૂરી છે તેમ કહી વંચિતોના વિકાસની વિભાવના સ્પષ્ટ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતમાં વર્ષ-2009-10થી ગરીબ કલ્યાણ મેળાઓ ગરીબ વર્ગના લોકોની ઉન્નતિનું માધ્યમ બન્યા છે. ગુજરાત સરકારના અવિરત સેવાયજ્ઞનો સંદર્ભ આપીને મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સામાજિક સમરસતા સાથે ગરીબ વર્ગના લોકો આગળ આવે અને તેમની પ્રગતિ થાય તે માટે ગરીબ કલ્યાણ મેળાઓ અને અન્ય સરકારી સામાજિક સેવાઓ બંધારણની આ કલ્યાણરાજની સંકલ્પનાને સાકાર કરે છે.

ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને તેમના હક્કનું આપવામાં આવે છે. આ ઉપકાર નથી પરંતુ અમારી નૈતિક ફરજ છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુશાસનની પ્રતીતિ સાથે દરિદ્રનારાયણનો ઉદ્ધાર કરવો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ કરવા માટે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો મંત્ર ચરિતાર્થ કરવો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગરીબ કલ્યાણ મેળો ઉદ્યમીઓને રાજ્ય સરકારના લાભો ઘરઆંગણે આપવાનો સેવાયજ્ઞ છે.

આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહેલા કામો અને યોજનાઓને પ્રસ્તુત કરતી પંચાયત વિભાગની ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા અને ઇફ્ફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ સંદેશા દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આભારવિધિ કરી હતી. અમરેલી જિલ્લાના 82 હજારથી વધારે લાભાર્થીઓને 102 કરોડના લાભ અને સહાય આપવાના આ સેવા યજ્ઞનો પ્રારંભ કરતા સ્ટેજ પરથી પ્રતીકરૂપે ચેક, માનવ ગરિમા જેવી વિવિધ યોજનાઓની કીટ તેમજ અન્ય વ્યવસાયલક્ષી કીટોનું મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા, ધારાસભ્ય જે. વી. કાકડીયા, પ્રદેશ મંત્રી ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્યો સર્વે બાવકુભાઈ ઉંધાડ, હીરાભાઈ સોલંકી, વી. વી. વઘાસીયા, મનસુખભાઈ ભુવા, કાળુભાઈ વિરાણી, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મનીષ સંઘાણી, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા, જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, પ્રભારી સચિવ સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here