ગરીબોનાં જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ સરકાર કરે છે: જીતુ વાઘાણી

ગરીબોનાં જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ સરકાર કરે છે: જીતુ વાઘાણી
ગરીબોનાં જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ સરકાર કરે છે: જીતુ વાઘાણી

વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, ભાજપનાં ધારાસભ્ય, આગેવાનો અને અધિકારીઓની ખાસ હાજરી

રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બેડી માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનાં ગરીબ કલ્યાણ મેળામાં બોલતા ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબ કલ્યાણ મેળાઓ થકી રાજ્યનાં ગરીબોનાં જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ કરી રહી છે. શિક્ષણમંત્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજકોટ જિલ્લાનાં 1.26 લાખ લાભાર્થીઓને રૂ.445 કરોડની સહાયનાં ચેકોનું મહાનુભાવોનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, ગરીબ લોકો પગભર બને એ માટે ગરીબ કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે.શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી છે. ગરીબોને શ્રેષ્ઠ-ગુણવત્તાયુક્ત વસ્તુ કે કીટ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આમ રાજ્ય સરકારની યોજના એ માત્ર કાગળ ઉપરની યોજના નથી પરંતુ ગરીબોના જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ સરકાર કરી રહી છે. આ મેળા થકી લાખો લોકોને સિલાઈ મશીન, કડિયા કામની કીટ, મકાનની સહાય, દીકરીને સાયકલ સહિતની કીટ ગરીબોને એક જ સ્થળેથી લોકોને મળી રહી છે. ગુજરાતમાં સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો રાજકોટમાં આ વખતે થયો છે.

સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં સૌની યોજના જેવી યોજના સાકાર કરીને લોકોને પીવાનું પાણી છેક નર્મદામાંથી આપ્યું. આમ રાજ્ય સરકાર માટે જનતાનું હીત સર્વોપરી છે તેમ મંત્રી વાઘાણીએ વધુમાં કહ્યું હતું.મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કર્યું હતું. લાભાર્થીઓએ પોતાને મળેલ લાભો અંગેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ગરીબ કલ્યાણ મેળા તથા પંચાયત વિભાગની ફિલ્મનું પ્રસારણ થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજયકક્ષાના મોરબી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું. બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. મહાનુભાવોએ ગરીબ મેળામાં ઉભા કરાયેલ સ્ટોલની મુલાકાત લીધી હતી.

Read About Weather here

વાહન વ્યવહારરાજય મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી વધે, ગરીબ લોકો સમૃદ્ધ બને તે માટે ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યા છે. ગામડાંના લોકોને શહેર જેવી સુવિધા મળે તે માટે સરકારશ્રી દ્વારા વિકાસ કામો થઈ રહ્યા છે. છેવાડાના માનવીની સમસ્યાનું નિરાકરણ કરવા સતત પ્રયત્નશીલ છે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા, જયેશભાઇ રાદડિયા, ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઈ સાગઠિયા, માર્કેટ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોદરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક બલરામ મીના, પીજીવીસીએલના એમડી વરૂણ બરનવાલ, નગરપાલિકાના રીજીઓનલ કમિશનર ધીમંત કુમાર, અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતન ઠક્કર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here