ગબ્બર ખાતે 51 શકિતપીઠની પરિક્રમા…!

ગબ્બર ખાતે 51 શકિતપીઠની પરિક્રમા...!
ગબ્બર ખાતે 51 શકિતપીઠની પરિક્રમા...!
વડીલો, માઈભકતોની ચિંતા કરીને પ્રધાનમંત્રી મોદીએ ૫૧ શકિતપીઠના એક જ સ્થળે દર્શન થઈ શકે તેવું આયોજન કર્યું છે. જે અંતર્ગત ખુબ જ ઝડપભેર અંબાજીમાં આ પ્રોજેકટનું કામકાજ ચાલી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી વર્ષે ૨૦૨૨ માં ઠંડીની સિઝન શરૃ થાય તે પહેલાં આ પ્રોજેકટ પુરો કરાવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યાર સુધીમાં નરેન્દ્રભાઈએ ગુજરાતને અનેકવિધ ભેટ સોગાતો આપી છે. હવે તેમાં વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે.

 હવે મા અંબાના ભકતો પણ જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે કારતક સુદ ૧૧ થી પૂનમ એમ પાંચ દિવસ સુધી યોજાતી લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં ૫૧ શકિતપીઠોની પરિક્રમા કરી શકશે.

આ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરાયું છે. ટ્રસ્ટના ચેરમેન વ જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, સંભવતઃ એક વર્ષ બાદ એટલે કે આવતા શિયાળામાં આ પરિક્રમા શરૃ થઇ શકે છે.

 એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શકિતપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નહોતું, તેથી ભારત તેમજ શ્રીલંકા, બંગ્લાદેશ, નેપાળ વગેરે દેશોમાં આવેલાં માતાજીનાં સ્થાનકો પ્રમાણે આબેહૂબ ૫૧ શકિતપીઠોનું નિર્માણ કરાવ્યું છે.

જૂનાગઢની ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલા ૫૧ શકિતપીઠ પરિક્રમા યોજવાનું અંબાજી મંદિર ટ્રસ્ટનું આયોજન છે. જેનાથી અંબાજી દર્શને આવતા કરોડો માઈભકતો એક જ જન્મમાં ૫૧ શકિતપીઠનાં દર્શનનો લ્હાવો લઈ શકશે.

 આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન બનાસકાંઠા જિલ્લા કલેકટર તરફથી જણાવવામાં આવ્યું છેકે, સ્વતંત્રતા બાદ ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ વિવિધ રજવાડાઓમાં વિભાજીત હતો, તેને એક ભારત કરવાનું કામ ગુજરાતના લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું.

તેવી જ રીતે દેશ અને વિદેશમાં આવેલા માતાજીનાં ૫૧ શકિતપીઠોના નિર્માણનું કામ પ્રધાનમંત્રી મોદીએ કરાવ્યું છે. પીએમ મોદીએ પોતે વ્યકિતગત રીતે રસ લઈને અંબાજી ગબ્બર ખાતેનું સમગ્ર કામકાજ કરાવ્યું છે.  

ગિરનારમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી લીલી પરિક્રમા યોજાય છે. ૩૬ કિલોમીટરની આ પરિક્રમામાં ૫ દિવસ લોકો પ્રકૃતિના ખોળે જય ગિરનારીના નાદ સાથે જીવ અને શિવના મિલનની અનુભૂતિ કરતા હોય છે. જેમાં ૮ લાખથી ૧૦ લાખ લોકો જોડાતા હોય છે. 

Read About Weather here

 આવતા શિયાળામાં એટલે કે આવતા વર્ષમાં પરિક્રમા માટેનું આયોજન કરવામાં આવશે. જેનાથી અંબાજી દર્શને આવતાં માઈભકતો એક જ જન્મમાં ૫૧ શકિતપીઠોનાં દર્શનનો લ્હાવો લઈ શકશે. કેટલા દિવસ અને કયા સમયે પરિક્રમા કરવી તે હવે નક્કી કરવામાં આવશે એવી માહિતી જિલ્લા કલેકટર તરફથી અપાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here