ગઢવી સમાજના સમૂહલગ્નોત્સવમાં દાનની સરવાણી વહી, રૂ.1.01 કરોડનું દાન અપાયું

ગઢવી સમાજના સમૂહલગ્નોત્સવમાં દાનની સરવાણી વહી, રૂ.1.01 કરોડનું દાન અપાયું
ગઢવી સમાજના સમૂહલગ્નોત્સવમાં દાનની સરવાણી વહી, રૂ.1.01 કરોડનું દાન અપાયું

કચ્છ ગઢવી સામાજીક ઉત્કર્ષ ટ્રસ્ટના નેજા હેઠળ ભુજ ખાતે 28મો સમૂહલગ્નોત્સવ ઉજવાયો

125 પ્રતિભાશાળી છાત્રોને રૂ.3.25 લાખની શિષ્યવૃત્તિથી સન્માનિત કરાયા: 10 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

કચ્છ ગઢવી સામાજીક ઉત્કર્ષ ટ્રસ્ટના નેજા હેઠળ ભુજ ખાતે 28મો સમૂહલગ્નોત્સવ ઉજવાયો હતો. જેમાં 10 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે નવપરિણીત તમામ દીકરીઓને અંદાજીત 50 હજારની કિંમતનું રાચરચીલું કરિયાવર સ્વરૂપે સમાજના દાતાઓ તરફથી અપાયું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં તમામ વરરાજાઓ માટે આયોજિત સામૂહિક વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. તેમજ દાતાઓ દ્વારા રૂ.1.01 કરોડનું માતબર રકમનું દાન આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

બપોર બાદ સ્વ.અમિત જે. ગઢવી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 25મા શિષ્યવૃત્તિ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં સમાજના 125 પ્રતિભાવંત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી નવાજવામાં આવ્યા હતા. આ વર્ષે પણ અંદાજીત 3.25 લાખ જેટલી પ્રોત્સાહન રાશી છાત્રોને અર્પણ કરાઇ હતી. ટ્રસ્ટના પ્રમુખ જબ્બરદાન ગઢવીએ ટ્રસ્ટની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ચિતાર આપતા કહ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી આ શિષ્યવૃતિનો અંદાજિત 4500 છાત્રોએ લાભ પ્રોત્સાહન સ્વરૂપે મેળવ્યો છે. જેમાંથી આજે ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સરકારી અધિકારી, ડોક્ટર, વકીલ સહિત વિવિધ ક્ષેત્રોમાં પોતાની ફરજ બજાવીને સમાજનું નામ રોશન કરી રહ્યા છે.
આ ઉપરાંત સમાજની કોઈપણ દીકરીને અભ્યાસાર્થે આવકારવા માટે સ્વ.અમિત જબ્બરદાન ગઢવી ટ્રસ્ટ દ્વારા સંચાલિત આદિપુર મધ્યે આવેલી ક્ધયા છાત્રાલયના દ્વાર હંમેશા ખુલ્લા હોવાનું ઉમેર્યું હતું.સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટના દાતા તરીકે પદ્મા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી, ગાંધીધામ વતી શેખરભાઈ અયાચી આજીવન યોગદાન આપી રહ્યા છે જ્યારે નિરાધાર વૃધ્ધો માટે રાશન કીટના આજીવન દાતા તરીકે ભારત ગ્રુપ સંચાલિત હિંમતદાન ગોપાલજી રેઢ ચેરીટેબલ ટ્રસ્ટ, માધાપર વતી ભરતભાઈ ગઢવી આજીવન દાતાપદ શોભાવી રહ્યા છે.
પૂજાબેન ઘનશ્યામદાન રત્નુના વડપણ હેઠળ મીલે સુર હમારા વુમન્સ કરાઓકે ગ્રુપના બહેનો દ્વારા નિ:શુલ્કપણે લગ્નગીતો પ્રસ્તુત કરાયા હતા. આ પ્રસંગે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, મુન્દ્રા પ્રાંત અધિકારી ચેતનદાન મિસણ, દેવરાજભાઈ ગઢવી, જયંતિદાન દેથા, કિશોરદાન રોહડીયા, નરેન્દ્રદાન સિંહઢાયચ, હિંમતદાન રેઢ, કિરીટદાન રોહડીયા, કૈલાશદાન રેઢ, ગોવિંદસંગ બારહટ્ટ, દહિંસરા તા.પં. સદસ્ય રમેશદાન રત્નુ, કિશોરદાન રોહડીયા, વીનુદાન અવસુરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વસંતદાન રોહડીયા અને આભારવિધિ આનંદદાન રત્નુએ કરી હતી. સમૂહલગ્ન સમિતિ તેમજ બંધુ ગ્રુપે સંયુક્તપણે જહેમત ઉઠાવી હતી.

Read About Weather here

આવનારા સમયમાં પણ જ્ઞાતિને એક તાંતણે જોડતી સમૂહલગ્ન જેવી પ્રવૃત્તિઓ નિરંતર, નિર્વિઘ્ને ચાલતી રહે એ માટે સમાજના દાતાઓ તરફથી સ્થળ પર જ દાનની સરવાણી વહી હતી. સમાજના આજીવન પ્રમુખ અને સમાજરત્ન એવા જબ્બરદાન નારણજી રત્નુ (આદિપુર) તરફથી રૂ. 51 લાખ, ચંદ્રશેખર નારસંગજી અયાચી (ગાંધીધામ) તરફથી રૂ.25 લાખ, સ્વ.ભગવાનજી અયાચી પરિવાર (મોડવદર) તરફથી રૂ.5 લાખ, હંસુભા ખાનજી અયાચી પરિવાર (મોડવદર) તરફથી રૂ.5 લાખ, ભરતદાન નારણજી રત્નુ પરિવાર (અંજાર) હસ્તે મિતુલદાન રત્નુ તરફથી રૂ.2.50 લાખ, સ્વ.વાઘજીભાઈ ખાનજીભાઈ રત્નુ પરિવાર (રાયધણપર) તરફથી રૂ.2.50 લાખ, સ્વ.રવદાન ડોસાજી સિંહઢાયચ પરિવાર (જનાણ) તરફથી રૂ.2.50 લાખ, ખેંગારદાન મહીદાન રોહડીયા (વિંગણિયા) રૂ.2.50 લાખ, સ્વ.નથુભાઈ અવસૂરા પરિવાર (ભુજ) તરફથી રૂ.2.50 લાખ, જીગરદાન જીતેન્દ્રદાન અયાચી (અંજાર) તરફથી રૂ.1.51લાખ, ધુણઈ દેથા પરિવાર તરફથી રૂ. 1.51 લાખ જેટલું માતબર આર્થિક યોગદાન સમૂહલગ્નોત્સવ પરંપારાર્થે પ્રાપ્ત થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here