ખોડલધામ ઇસ્ટઝોન સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપલાકાંઠાના રાજકીય હોદેદારો-નેતાઓ ગેરહાજર રહેતા તરહ તરહની ચર્ચા

ખોડલધામ ઇસ્ટઝોન સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપલાકાંઠાના રાજકીય હોદેદારો-નેતાઓ ગેરહાજર રહેતા તરહ તરહની ચર્ચા
ખોડલધામ ઇસ્ટઝોન સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપલાકાંઠાના રાજકીય હોદેદારો-નેતાઓ ગેરહાજર રહેતા તરહ તરહની ચર્ચા

અમને તે વાતનું ખોટું લાગતું નથી જે વાતનું તમને સાચું લાગે છે, તમારૂ ખોટુ લાગવું એ સાચું છે નક્કી અમારી વાતનું જ ખોટું લાગીયું છે
ઇતની સી બાત ન સમઝા જમાના, આદમી જો ચલતા રહે તો મિલ જાએ હર ખજાના…

ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું અનેરૂ મહત્વ રહ્યુ છે એટલુ જ નહિ છેલ્લા ઘણા સમયથી ખોડલધામ અને તેના પ્રણેતાઓ કયા પક્ષ તરફ ઢળશે ? તે બાબતને લઈને અટકળોની આંધી ફુંકાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ખોડલધામના પ્રણેતા એવા નરેશ પટેલે એક એવુ નિવેદન આપ્યુ છે કે જો મને સમાજ આદેશ આપશે તો મારે રાજકારણમાં આવવા વિચારવુ પડશે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ રાજકોટ આવ્યા ત્યારે તેઓ પણ ખોડલધામના પ્રણેતાને મળ્યા હતા.

એક વાત નક્કી છે કે ટૂંક સમયમાં નવા ધડાકા-ભડાકા થવાના છે. ત્યારે સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરને તા.21 જાન્યુઆરી-2020ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થશે.

ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. નરેશ પટેલ અને તેમની ટીમ દ્વારા સૌરાષ્ટ્રના અને જિલ્લાના તાલુકા પ્રવાસ શરૂ કરી રૂબરૂ આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટ જીલ્લામાં આમંત્રણ યાત્રા કરી રહ્યા છે.

ખોડલધામ ઇસ્ટઝોન સમિતિ આયોજીત સ્નેહ મિલન તા.5 ને રવિવારે સાંજે 5 કલાકે કાર્તિક પાર્ટી પ્લોટ, 80 ફુટ રોડ, કુવાડવા રોડ ખાતે યોજાયો હતો.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં નરેશ પટેલ સહિત સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામ ઇસ્ટઝોન સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં વોર્ડ નં.4,5 અને 6 નો સમાવેશ કરાયો હતો.જાણવા મળતી વિગત મુજબ યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપલાકાંઠાના લેઉવા પટેલ સમાજના રાજકીય પાર્ટીના મંત્રીઓ, કોર્પોરેટરો, હોદ્દારો અને નેતાઓ ગેરહાજર રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

ખોડલધામ ઇસ્ટઝોન સમિતિ દ્વારા રવિવારે યોજાયેલ સ્નેહમિલનમાં વોર્ડનં.4,5 અને 6 ના પાટીદારોને આમંત્રણ પાઠવ્યું હતું. અને સૌ કોઇ પાટીદાર પરીવારને ઉમટી પડવા માટે હાંકલ કરાઇ હતી પરંતુ આ સ્નેહમીલનમાં પાટીદાર સમાજના રાજકીય નેતાઓ,

મંત્રીઓ તેમજ કોર્પોરેટરોએ હાજરી ન આપી લોકોના મનમાં અનેક પ્રશ્ર્નો સર્જી દીધા છે. લોકોમાં નેતાઓની ગેરહાજરી મામલે તરહ તરહની ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે.

હવે મંત્રી કોર્પોરેટરો સહિતનાઓ ગેરહાજર રહ્યા તેની પાછળનું કારણ શું? કોના કહેવાથી અથવા તો કોની સુચનાથી સ્નેહ મિલનમાં હાજરી ન આપી? અથવા તો જાણી જોઇને જ આવ્યા નહીં કે પોતાની ગેરહાજરી દર્શાવીને કંઇ કહેવાની મથામણ કરતા હશે? નેતાઓની લાગણી કયા દુભાણી છે

Read About Weather here

અથવાતો કઇ નારાજગી સતાવી રહી છે? જેવી અનેક ચર્ચાઓએ રાજકીય ભુંકપ મચાવી દીધો છે. (4.10)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here