ખોડલધામના પાટોત્સવની ઉજવણી વર્ચ્યુઅલ થશે, મહાસભા મોકૂફ

ખોડલધામના પાટોત્સવની ઉજવણી વર્ચ્યુઅલ થશે, મહાસભા મોકૂફ
ખોડલધામના પાટોત્સવની ઉજવણી વર્ચ્યુઅલ થશે, મહાસભા મોકૂફ

ખોડલધામ પાટોત્સવમાં 400 લોકો મહાયજ્ઞ અને મહાઆરતી કરશે, લોકો ઘરે બેઠા મહા આરતીના દર્શન કરી શકે તે માટે શહેર-ગામોમાં એલઇડી સ્ક્રીન મુકાશે
પટીદાર અગ્રણીઓએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી

કોરાનાની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઇને ખોડલધામ સમિતિ દ્વારા ગઇકાલે પાટોત્સવમાં લોકોને એકઠા કરવા કે નહીં તેને લઇને ટ્રસ્ટીઓ અને નરેશ પટેલમાં અસંમજસ ચાલતી હતી. પરંતુ આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક યોજી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે 400 લોકો ઉપસ્થીત રહેશે. મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે.

સમાજના લોકો ઓનલાઈનના માધ્યમથી આ કાર્યક્રમો નિહાળી શકશે. ઉપસ્થીત રહેનાર 400 લોકોમાં વીઆઇપી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાટોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના હતા અને મહાસભા સંબોધવામાં આવનારી હતી. પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને હવે આ મહાસભા મોકૂફ રાખવામાં આવી છે.

સમાજની લાગણી માટે આગામી સમયમાં ગમે ત્યારે આ મહાસભા કરવામાં આવશે. જોકે પાટોત્સવને રદ કરવામાં આવ્યો નથી પણ 400 લોકોની સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે. લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.

ત્યારે આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા હતી. આથી નરેશ પટેલ છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરમાં સમાજને આમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા હતા. પરંતુ કોરોનાએ માથુ ઉંચકતા પાટોત્સવ હવે મર્યાદિત સંખ્યામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નરેશ પટેલે મહાયજ્ઞ વિશે જણાવ્યું હતું કે, પહેલા 108 કુંડી યજ્ઞનું આયોજન હતું. પરંતુ હવે એક જ હવનકુંડ દ્વારા મહાયજ્ઞ યોજાશે. મહાયજ્ઞ, મહાઆરતી અને સમાજ જોગ સંદેશ નિહાળવા માટે રાજ્યના અલગ અલગ સ્થળો પર મોટી સ્ક્રીન મૂકવામાં આવશે. અહીં પણ 400 લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે મુજબ એકઠા કરવામાં આવશે. કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.

Read About Weather here

આ ઉજવણી માણી શકાય તેવી વ્યવસ્થા તમામ શહેરો અને ગામોમાં કરાશે. ઓનલાઈન આ કાર્યક્રમ જોવા માટે દરેક જગ્યાએ એલઈડી સ્ક્રીન મુકાશે જેથી લોકો ઘરે બેઠા મહાઆરતીના દર્શન કરી શકશે. હાલના તબક્કે મહાસભા મોકૂફ રાખવામાં આવી છે. આ મહાસભા આગામી દિવસોમાં સરકારની ગાઈડલાઈન અને કોરોનાની સ્થિતિને જોઈને નક્કી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here