ખેડૂતોનો મુખ્ય પ્રશ્ર્ન ‘પાણી’ની સમસ્યા દુર કરવા અમારા સતત પ્રયાસો: ભૂપત બોદર

ખેડૂતોનો મુખ્ય પ્રશ્ર્ન ‘પાણી’ની સમસ્યા દુર કરવા અમારા સતત પ્રયાસો: ભૂપત બોદર
ખેડૂતોનો મુખ્ય પ્રશ્ર્ન ‘પાણી’ની સમસ્યા દુર કરવા અમારા સતત પ્રયાસો: ભૂપત બોદર

જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની શુભેચ્છા મુલાકાતે
‘મારૂ ગામ પાણી વાળું ગામ’ યોજના હેઠળ જીલ્લાના દરેક ખેડૂતોને પુરતું પાણી મળી રહે તે માટે પદાધિકારીઓ પ્રયત્નશીલ

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના સાશનને આજે એક વર્ષ પૂર્ણ થતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા વિરલભાઈ પનારા, ભાજપ અગ્રણીઓ નાથાભાઈ વાસાણી, નીલેશભાઈ ખુંટ અને સી.ટી. પટેલ સહિતના અગ્રણીઓએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈને સુશાસનના એક વર્ષની માહિતી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ભૂપતભાઈ બોદરે જિલ્લાના સર્વે ગ્રામજનોને હુતાસણી અને ધુળેટીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, જીલ્લાના તમામ 19 ગામોમાં વૃક્ષારોપણ થશે. જિલ્લા પંચાયતના તમામ સદસ્યો પોતાની બેઠક હેઠળના ગામોમાં પ્રભાતફેરી તથા વૃક્ષારોપણ કરે તેવો અનુરોધ કર્યો હતો.

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાની ધુરા સંભાળી તેને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રથમ વર્ષની વિકાસલક્ષી કામગીરીની ઝાંખી કરતા ભૂપતભાઈએ જણાવ્યું હતું કે, ‘ગામ સમૃધ્ધ તો દેશ સમૃધ્ધ’ ના મંત્રને સાકાર કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી રાજકોટ જિલ્લાનો સર્વાંગિ વિકાસ થાય તે દિશામાં આગળ વધી રહી છે.

Read About Weather here

રાજકોટ જિલ્લામાં કુલ રૂા.65,207 લાખના વિકાસના કાર્યો મંજુર થયેલ છે અને પ્રગતિ હેઠળ છે ત્યારે રાજકોટ જિલ્લાના તમામ ગામોના વિવિધ વિકાસ કાર્યો વેગવંતા બને, ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોને ત્વરીત સુવિધા મળે તે માટે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ તથા તમામ પદાધિકારીઓ કટીબધ્ધ છે.ભૂપતભાઈ બોદરે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ‘મારું ગામ પાણી વાળું ગામ’ યોજના હેઠળ જીલ્લાના દરેક ખેડૂતોને પુરતું પાણી મળી રહે તે માટે અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. અમે દરેક પદાધિકારીઓ સિંચાઈલક્ષી કામગીરીને આગળ ધપાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here