ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે તો તે વીજબીલ નહીં ભરે

ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે તો તે વીજબીલ નહીં ભરે
ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે તો તે વીજબીલ નહીં ભરે

ખેડૂતો અને પશુપાલકોના હિતમાં ‘આપ’ દ્વારા ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇ-વે ચક્કાજામ કરશે

આમ આદમી પાર્ટી ગુજરાતની યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર ખેતીમાં વીજકાપ કરતી જાય છે. 16 કલાક મળતી વીજળી ઘટાડતા ઘટાડતા 8 કલાક કર્યા પછી હવે કાયમી ધોરણે 6 કલાક કરવા માંગતી હોય તેવું દેખાય છે. કૃષિમંત્રી અને ઉર્જામંત્રીની બેઠકમાં અધિકારીઓને કડક સૂચના અપાયા પછી વીજળી તો 6 કલાક અને એ પણ ત્રુટક-ત્રુટક અપાય છે. જો આમ જ ચાલે તો ગુજરાતમાં ખેતી અને ધાસચારાના વાવેતરને અભાવે પશુપાલન ખતમ થઇ જાય.

Visit Saurashtra Kranti Homepage here

આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર અને ગુજરાતના ગામડાના ખેડૂતો અને પશુપાલકોને મીડિયાના માધ્યમથી જણાવવામાં આવે છે કે, જ્યાં સુધી ખેતીમાં 12 કલાક વીજળી પુરવઠો આપવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો વીજળી બિલ નહીં ભરે. જો વીજળી કંપનીઓના કર્મચારીઓ ખેડૂતોના વીજ-કનેકશન કાપશે તો ‘આપ’ના નેતાઓ જાતે જઈને ખેડૂતોના વીજ કનેકશનો જોડી આપશે.

ખેડૂતો સહિતના ગ્રામજનોને વિનંતી છે કે, જ્યાં સુધી ખેતી માટે 12 કલાક વીજળી આપવાની જાહેરાતને થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓને ગામ કે સીમમાં પ્રવેશ કરવા દેશો નહીં. જો ગુજરાત સરકાર ખેડૂતોનો વીજ-પુરવઠો બંધ કરશે તો અમારે ઔદ્યોગિક અને શહેરી વીજ – પુરવઠો બંધ કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ઉર્જા તેમજ કૃષિ મંત્રાલયની રહેશે. આમ છતાં,

Read About Weather here

જો ગુજરાત સરકાર ખેડૂતોને 12 કલાક વીજળી આપવાની જાહેરાત નથી કરતી તો ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં આમ-આદમી પાર્ટી છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇ-વે ચક્કાજામ કરશે. આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતો/પશુપાલકોના હિતમાં ખુલીને મેદાની લડાઈ લડી લેવા માટે મક્કમ છે. આમ આદમી પાર્ટી ખેડૂતો , પશુપાલકોના અસ્તિત્વની આ લડાઇમાં એમની સાથે ખભેખભા મિલાવીને ઉભી છે અને જરૂર પડ્યે અગ્રહરોળમાં રહીને લડાઇ લડશે. તેવું આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જણાવવામાં આવ્યું છે.(13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here