ખેડૂતોને મોબાઈલ પર હવે 40 ટકા વળતર

ખેડૂતોને મોબાઈલ પર હવે 40 ટકા વળતર
ખેડૂતોને મોબાઈલ પર હવે 40 ટકા વળતર

રાજય સરકારની યોજનામાં રાહતરૂપ ફેરફાર

ખેડૂતોને સ્માર્ટ બનાવીને ઉન્નતિના માર્ગે લાવવા સરકાર કટિબધ્ધ: વિજય કોરાટ

ગુજરાતભરના ખેડૂતો સ્માર્ટ બને અને દરેક ખેડૂત પાસે સ્માર્ટ મોબાઈલ હોય, જેથી રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મોબાઈલની ખરીદી પર સહાયની યોજના બનાવવામાં આવી હતી. જેમાં અરજદારને મોબાઈલની ખરીદી પર 10% અથવા રૂ.1500 ની સહાય આપવામાં આવતી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા યોજનામાં ફેરફાર કરીને હવેથી ખેડૂતોને મોબાઈલની ખરીદી પર 10% ના બદલે 40% વળતર અપાશે. તેમ પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટએ જણાવ્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હવે ઓનલાઈન થતી જાય છે. જેમાં કૃષિલક્ષી વિવિધ યોજનાઓ પર હવેથી ઓનલાઈન જ ઉપલબ્ધ થવા લાગી છે. જેમાં ખેડૂતને અરજી કરવા માટે ઈ-ગ્રામ કે અન્ય કચેરીએ જઈને મદદ લેવી પડતી હોય છે.

જેથી રાજ્ય સરકાર દ્વારા કૃષિ હિતલક્ષી નિર્ણય લઈને ખેડૂતોના વિકાસની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. આ યોજનામાં અગાઉ ખેડૂતોએ મોબાઈલ માટે અરજી કરેલ છે તેમને પણ હવેથી 40%ની સહાય મળશે. ઉપરાંત દસ્તાવેજોમાં પણ ઘટાડો કરી માત્ર 3 થી 4 દસ્તાવેજો આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

Read About Weather here

વધુમાં આ વર્ષે ચણાનું વાવેતર ગયા વર્ષ કરતા બમણું કરવામાં આવ્યું છે. જેથી આ વર્ષે બમ્પર પાક થનાર છે. જેથી તા.15, ફેબ્રુઆરી સુધી ટેકાની નોંધણી અને તા.1 માર્ચથી ચણાની ખરીદી શરૂ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here