ખુલ્લેઆમ ફાયરિંગ…!

ખુલ્લેઆમ ફાયરિંગ...!
ખુલ્લેઆમ ફાયરિંગ...!
પોલીસના જણાવ્યા અનુસાર હત્યારાઓએ નાગેશ પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાંથી બે ગોળી તેના માથામાં પણ વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો ત્યારે નાગેશ તેની કારમાં બેઠો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પુણેની બાજુમાં આવેલા પિંપરી ચિંચવાડના ચાકણમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. અહીં ઘરની બહાર કારમાં બેઠેલા એક વ્યક્તિ પર ત્રણ અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કરીને ધડાધડ ગોળીઓ મારી હતી. ત્યાં સુધી તેના પર ફાયરિંગ કરતા રહ્યા, જ્યાં સુધી તેનું મૃત્યુ ન થયું.

મૃતકની ઓળખ નાગેશ કરાલે તરીકે થઈ છે. નાગેશ એક અખાડો ચલાવે છે. આ ઘટના ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ શેલપિમ્પલ ગામમાં બની હતી. હત્યા પાછળ જૂની અદાવત હોવાનું કહેવાય છે. પોલીસે હત્યાના સીસીટીવી ફૂટેજના આધારે મામલાની તપાસ હાથ ધરી છે.

છેલ્લાં એક સપ્તાહ દરમિયાન પિંપરી-ચિંચવડમાં હત્યાની આ ત્રીજી ઘટના છે. બુધવારે તલેગાંમ વિસ્તારમાં 17 વર્ષીય અનિલ પરદેશીની માથામાં હથોડી મારીને તેની હત્યા કરવામાં આવી હતી.

Read About Weather here

પહેલાં એવું માનવામાં આવતું હતું કે યુવકને માથામાં ગોળી મારવામાં આવી, પરંતુ બાદમાં તેને હથોડા વડે મારી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here