“ખીજ જેની ખટકે નહી રૂદીયે મીઠી રીજ, મઢડા વાળી માતની આવી સોનલ બીજ

"ખીજ જેની ખટકે નહી રૂદીયે મીઠી રીજ, મઢડા વાળી માતની આવી સોનલ બીજ
"ખીજ જેની ખટકે નહી રૂદીયે મીઠી રીજ, મઢડા વાળી માતની આવી સોનલ બીજ

એસ.કે.લાંગા સાહેબના છાત્રાલયના સંભારણા…

આઇશ્રી સોનલ માંનો જન્મોત્સવ દુનિયાભરમાં ઉજવાય રહયો છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઓસ્ટ્રેલીયા, યુ.કે., યુ.એ.ઇ વગેરે સ્થળોએ આઇમાંના પ્રાગટય દિવસની ભાવપુર્ણ ઉજવણી થવા જઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આઇમાં દ્વારા બનાવવામાં આવેલ જુનાગઢ છાત્રાલય ખાતે અભ્યાસ કરી ને ઈંઅજ થયેલ એસ.કે.લાંગા સાહેબ સાથે વાતો કરતા તેમણે છાત્રાલયમાં જુનાગઢ ભણતા ત્યારના સ્મરણોને વાગોડીયા એસ.કે.લાંગા સાહેબ એ જણાવ્યું કે છાત્રાલય હતા ત્યારે આઇમાંની હાજરી ન હતી પરંતુ આઇમાં બેસતા એ ઢોલીયો,

ઝુલો બધી પુજાની વસ્તુઓ અમોને માતાજી ત્યાં જ છે એનો અહેસાસ કરાવતી સાથો સાથ સાંજની પ્રાર્થના સભામાં દરરોજ શાંતિભાઇ લાંબા અને કવિ હિગોળદાન નરેલા અમોને આઇમાંની વાતોની યાદી કરાવી આઇમાંના વિચારોનું ઘડતર અમારા માં કરતા આઇમાંની આ વાતો સાંભળી અમોને

ખુબ જ પ્રેરણા મળતી મારી સાથેના હોસ્ટેલમાં ભણતા દરેક વિદ્યાર્થી સારામાં સારી પોસ્ટમાં નોકરીએ લાગેલ છે. આ રીતે તેમણે પોતાનું તેમજ આવનાર પેઢીનું ઘડતર કરયું છે. આજ વાત સાબિત કરે છે કે આઇમાંના આર્શિવાદ સત સવ પર ઉતરયા છે.

એકવાર હું ને ગીરીશભાઇ, કિરીટ મોડ, મહેશ લાંબા આઇમાં નો કબાટ સાફ કરી રહયા હતા તેમાં અકાઇ કંપનીનું એક રેર્કોડર મળ્યું ખબર પડી કે તે બંધ હાલતમાં છે તેમજ આ રેર્કોડરમાં આઇમાંની તુલાવિધી સમયના આઇમાં ના આર્શિવચનની વાત સ્પુલમાં સગ્રાલયેલ હતો.

તે મેન્યુલ હતું તેથી મારૂ અંગ્રેજી સારૂ હતું તેથી મે વાંચતા વાંચતા તે ચાલુ કર્યુ તે આઇમાં નો આર્શિવચન સાંભળ્યું તે વારંવાર હું સાંભળતો તેના પ્રતાપે જ હું કાયમી નિરવ્યસની રહયો આઇમાં ની એક વાત ચારણ એક ધારણને જીવન મંત્ર બનાવ્યો છે. આઇમાંને દિકરીઓ પ્રત્યે ખુબ જ ભાવ હતો.

પોરબંદર ચોપાટી ખાતે પરજીયા સોનીએ બંગલો બનાવ્યો હતો બે-ત્રણ બોર કરાવ્યા પણ પાણી ખારૂ આવતું હતું. સોની પરિવારે આઇ શ્રી સોનલમાં ને ઘર પગલા કરવા આમંત્રણ આપ્યું. આઇમાંને પાણી ખારૂ આવ્યાની વાત કરી આઇમાં એ કહયું એ જગ્યાએ દરિયા કાંઠે બોર કરવામાં આવ્યો તેમાં મીઠું પાણી આવ્યું આજે

પણ ત્યાં મીઠું પાણી આવે છે. આવા અનેક પરચાઓ આઇમાંએ આપ્યા છે. આવતીકાલે આઇ શ્રી સોનલમાંના 98માં જન્મોત્સવ: શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

ચારણ ગઢવી સમાજના ઇષ્ટદેવી આઇ તત્વની ચેતના આઇ શ્રી સોનલ માતાજીની બીજ એટલે સોનલ બીજ.સમાજના લોકો ને શિક્ષણના માર્ગે દોડતો કરવા ઘરે ઘરે જઈને સૌરાષ્ટ્ર-કચ્છ અને નિમાડ સુધી યાત્રા કરી સીધો વ્યક્તિગત સંર્પક કર્યો.

સંમેલન કરીને છૂટો છવાયો અને વેરવિખેર સમાજ એક મંડપ નીચે બેસાડી દીધો. ચારણો ઘોર નિંદ્રામાથી જગાડી આજના સમય સાથે ચાલતા શીખવ્યું. એટલા માટે આઇમાં નો જન્મ દિવસ એ ચારણો નવું વર્ષ છે.

કારણ કે ત્યાંથી સમાજનાં ઇતિહાસે વળાંક લઈને સોનલ ચીંધ્યા માર્ગે ભણી પગલા માંડ્યા છે. એટલું જ નહિ પણ સમૃદ્ધિનાં શિખર સર કર્યા છે.આ સોનલ બીજના મહાપર્વે ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે પણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આઇશ્રી સોનલમાંનો જન્મોત્સવની ઉજવણીને યાદગાર બનાવવા ધર્માત્સવની સાથે સાથે સરસ્વતિ સન્માન અને જ્ઞાતિ સમાજ રત્નના સન્માન જેવા કાર્યક્રમો યોજાશે.

Read About Weather here

સોનલ માતાજીના જન્મોત્સવની ભાવભેર ઉજવણી માટે સમાજ અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા ઉત્સાહ ભેર તૈયારીઓ ચાલી રહી છે. આ ઊજવણીમા કોરોના સંક્રમણ ને દયાને રાખી સાવચેતીના તમામ પગલાં લઇ ઉજવણી કરવામાં આવનાર છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here