‘ખાસ બ્રાન્ચ’માં બુરી નજરવાલે કા મૂંહ કાલા!?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ખાસ બ્રાન્ચના સાહેબને ભાવતા ભોજનીયા પીરસવા માટે ટકોરા બંધ કર્મીઓની શોધ માટે જુદા-જુદા વિભાગોમાં નજર કરતા પાંચ ટકોરા બંધ કર્મીઓની પસંદગી કરાતા પાંચેય રાજીના રેડ થઈ ગયા હતા. ખાસ બ્રાન્ચમાં કામગીરી કરવાની તક મળે તો કોને ન ગમે? આવી આશા સાથે પાંચ કર્મીઓ શુભ મુહૂર્તે ઓફિસમાં પ્રવેશતા સાહેબએ હાય હેલ્લો કરી એ.સી. ચેમ્બરમાં બેસી રહેવાનું કહેવામાં આવ્યું. આજે નહીં તો કાલે સાહેબ કામગીરી સોપશે તેવી આશાથી કર્મીઓ રાહ જોઇને બેઠા હતા પણ ‘ખાસ કામગીરી’ નહીં સોપાતા મનમાં અનેક વિચારો આવતા પણ સાહેબને કહેવાની પહેલ કોણ કરે? ચર્ચાના ચકડોળે ચેડેલી ‘ખાસ બ્રાન્ચ’ ફરી ચકડોળે ચડે તો? આ વાતને લઈને ‘ખાસ બ્રાન્ચ’ના સાહેબ પસંદગી કરાયેલ કર્મીઓને કામગીરીથી છેટા રાખ્યા હોવાની વાતને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એક એવી ચર્ચાઓ થઈ રહી છે મીઠ્ઠી મધુરવાણીથી જાણીતા એક સાહેબની ભલામણથી ‘ખાસ બ્રાન્ચ’માં બે કર્મીઓની નિમણુંક કરાઈ છે. ‘ખાસ બ્રાન્ચ’માં સવારથી સાંજ સુધી બેસી રહેવામાંથી મુક્તિ આપવા સાહેબને ભલામણ કરાતા ‘ખાસ બ્રાન્ચ’ના સાહેબએ જે-તે ટીમમાં કામગીરી સોપાતા એક કર્મીએ બનેલ એક બનાવમાં કાળા હાથ કરી નાખ્યાની જાણ થતા ભલામણ કરેલ સાહેબ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Read About Weather here

‘ખાસ શાખા’માં ભલામણથી પધારેલા બે કર્મીઓમાંથી એક કર્મીએ કાળા હાથ કરી નાખતા હજી એક કર્મીને ‘ખાસ બ્રાન્ચ’માં કામગીરી કરવાની તક મળશે કે પછી આગામી દિવસોમાં હળવેથી સ્ટેશનમાં બેસાડી દેવામાં આવશે? ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here