ખાન અને પિતા સલીમ ખાનની સુરક્ષામાં વધારો કરતી મહારાષ્ટ્ર સરકાર

ખાન અને પિતા સલીમ ખાનની સુરક્ષામાં વધારો કરતી મહારાષ્ટ્ર સરકાર
ખાન અને પિતા સલીમ ખાનની સુરક્ષામાં વધારો કરતી મહારાષ્ટ્ર સરકાર
પંજાબનાં પોપસ્ટાર અને કોંગ્રેસનાં નેતા સિધ્ધુ મુસેવાલાની હત્યા પાછળ જેનો હાથ મનાય છે એવા ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ તરફથી મળેલી ધમકીને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે અભિનેતા સલમાન ખાન અને એમના પિતા સલીમ ખાનની સુરક્ષામાં વધારો કર્ય.તાજેતરમાં બાંદ્રા ખાતે જોગીંગ દરમ્યાન સલીમ ખાન જે બેન્ચ પર બેસે છે ત્યાંથી એક ધમકી પત્ર મળી આવ્યા બાદ સલમાનનાં નિવાસ સ્થાનની આસપાસ સુરક્ષા ઘેરો વધુ સંગીન બનાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પત્રમાં સલીમ ખાન અને સલમાન ખાનનાં હાલ મુસેવાલા જેવા કરવાની ધમકી આપવામાં આવી હતી. બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પોલીસે તાત્કાલિક નોંધીને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી. એ વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવી રહ્યા છે. દરમ્યાન મહારાષ્ટ્રનાં ગૃહ ખાતાએ સલીમ ખાન અને સલમાનની સુરક્ષામાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. સલમાને ધમકી મળ્યા છતાં મુકેશ અંબાણીનાં નિવાસ સ્થાને યોજાયેલા અંબાણી પુત્રવધુ રાધિકા મર્ચન્ટનાં આરંગેત્રમ નૃત્ય કાર્યક્રમમાં પણ ખાસ આપી હતી.

Read About Weather here

દરમ્યાન મુસેવાલા હત્યાકાંડમાં સંડોવાયેલા મનાતા બિશ્નોઈની ધમકી પત્ર અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સલમાનને ધમકી અગાઉ પણ મળી ચુકી છે. બિશ્નોઈ ગેંગ દ્વારા જ અગાઉ ધમકી આપવામાં આવી છે. સલમાનનાં પિતાને મળી આવેલા ધમકી પત્ર અંગે બિશ્નોઈની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ધમકી પત્ર હિન્દી લખાયેલો હતો. જે સવારે કોઈ બેન્ચ પર મૂકી ગયું હતું. સલમાનનાં બાંદ્રાનાં નિવાસની બહાર સજ્જડ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here