ખાનગી સ્કૂલોના મનસ્વી વલણ સામે એનએસયુઆઈ મેદાને

ખાનગી સ્કૂલોના મનસ્વી વલણ સામે એનએસયુઆઈ મેદાને
ખાનગી સ્કૂલોના મનસ્વી વલણ સામે એનએસયુઆઈ મેદાને
હાલ ધો.1 થી 9 અને ધો.11 ની ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી છે પરંતુ રાજકોટમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી કેટલીક ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અટકાવી દેવાના ઘણાખરા કીરાઓ સામે આવ્યા છે.દુખદ વાત તો એ છે કે સાતડા ગામની વિદ્યાર્થીની પરીક્ષા અટકાવી દેવાના કિસ્સામાં સુસાઈડ કરવા સુધી વિચારતી હોય તેવો આઘાતજનક ઓડીયો કલીપ વાઈરલ થઈ છે તેમજ એક વાલી પણ ફી ના ભરી શકતા કુવામાં આપઘાત કરવા સુધીના પગલા ભરવાની ચીમકીના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.ગઈકાલે પણ રાજકોટ તાલુકાની મહીકા ગામની નોલરાજ સ્કૂલમાં દસથી વધુ વિધાર્થીઓ ફી ના વાંકે પરીક્ષાઓ અટકાવવાનો કીસ્સો સામે આવ્યો છે . જોકે જે વિધાર્થીઓને જે સ્કુલો એ પરીક્ષાઓથી વંચિત રખાયા તે વિધાર્થીઓની વર્ષ ના બગડે તે માટે અલગથી પરીક્ષાઓ લેવી જોઈએ. તેવી માંગ શહેર એનએસયુઆઈ દ્વારા ઉઠવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

દિવસે ને દિવસે ખાનગી સ્કૂલ સંચાલકોની દાદાગીરી વધતી જાય છે.ત્યારે આપ સરકારના શિક્ષણવિભાગના પ્રતિનિધિ તરીકે જે કડક કાર્યવાહી આવા કીસ્સાઓ કરવી જોઈએ તે કરતા નથી અથવા તો આપ આવા શિક્ષણમાફીયાઓ ડામવા સક્ષમ નથી તે પુરવાર થાય છે. માત્ર નીચલા અધિકારીઓને તપાસ સોંપી રીપોર્ટ કાગળ પર રહી જાય તેના કરતા તત્કાલીન આવી સ્કૂલો પર દંડનાત્માક અથવા સ્કૂલની માન્યતા રદ સુધી કડક પગલા ભરવામાં આવશે તો જ ભવિષ્યમાં આવા બનાવો થતા અટકશે. ઘણા ખરા વિદ્યાર્થીઓના વાલીઓની અમને ફરિયાદો મળી છે કે ફી બાકી હોવાના કારણે અમુક-સ્કૂલોએ વિધાર્થીઓના બે – બે વર્ષથી લીવીંગ સર્ટિફિકેટ અને પરીણામો અટકાવ્યા છે. તેવી સ્કૂલોના સંચાલકોને સુચનાઓ આપવી જોઈએ કે ફી બાબતે વૈકલ્પિક વ્યવસ્થા કરે જેથી કોઈ વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવો ના પડે. તેવી માંગ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એનએસયુઆઈએ કરી છે.

હાલ સમયમાં વધતી મોંઘવારી, બેરોજગારી વચ્ચે સામાન્ય પરીવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે ત્યારે આપએ ખાનગી સ્કૂલ સંચાલકો સાથે મિટિંગ યોજી ગરીબ વિદ્યાર્થીઓના પરીવારોની વેદના, લાગણી અને વાસ્તવિક પરિસ્થિતિ સમજી વિધાર્થીઓની ફાઈનલ પરીક્ષાઓ અટકાવી કારકીર્દી જોખમમાં મૂકવી ના જોઈએ તેવી સુચનાઓ આપવી જોઈએ. જો કોઈ વિધાર્થી ન કાળે કોઈ અન્ય પગલુ ભરશે તો કોણ જવાબદારી લેશે તો મોટો સવાલ છે.સંચાલકો જો પરીક્ષાઓ અટકાવે તેના કરતા વાલીઓને ફી ભરવા માટે ચોક્કસ સમયનો બાહેધરીપત્ર લખાવે તો પણ વિદ્યાર્થીઓની અટકે નહીં. ફુલ જેવા કુમળા બાળકોને પરીક્ષાઓના દેવા દેતા તેની સીધી ખરાબ અસર તેમની માનસિકતા પડે છે. જે સબબ સ્કૂલો સામે કડક પગલા લેવા તેવી માંગ ઉઠાવી છે.

તમામ મુદ્દાઓ ધ્યાનમાં લઈ આવી સ્કુલો પર તત્કાલ કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામા આવે તેમજ ખાનગી સ્કુલ સંચાલકોને ફી વાંકે પરીક્ષાઓ અટકાવાશે નહી તેવો પરીપત્ર જાહેર કરવા ગજઞઈં ની માંગ છે અન્યથા ગજઞઈં સ્કૂલો પર હલ્લાબોલ કરશે અને ઉગ્રવિરોધો થશે તેની નોંધ લેશોજી.અખબાર યાદીમાં વિશેષ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા અને જીલ્લા ગજઞઈં પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવેલ હતુ કે સૌરાષ્ટ્રની 4500 થી વધુ સ્કુલોમાં અને રાજકોટની 1500 થી વધુ સ્કુલોએ ઋછઈ માં 5-15 % સુધીનો ફી વધારો માંગ્યો છે તે બાબતે કોંગ્રેસ પક્ષનુ સ્ટેન્ડ વાલીઓની વ્હારે છે અને ફી વધારોના આપવો જોઈએ તે માંગ લઈને ઋછઈ ઓફીસે સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો- તમામ જીલ્લા પ્રમુખો અને સિનિયર આગેવાનો સાથે ખુબ મોટો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આગામી પખવાડિયામાં કરશે.

Read About Weather here

આજના કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જીલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુનભાઈ ખાટરીયા, ગજઞઈં પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા, મોહીલ ડવ, મીત પટેલ, જીત સોની, સાર્થક રાઠોડ, યશ ભીંડોરા, ભાવેશ વેકરીયા સહિત આગેવાનો જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here