ક્રાઇમ બ્રાન્ચની કામગીરી વધુ સારી રીતે થઇ શકે તેવા અમારા પ્રયત્નો રહેશે: પાર્થરાજસિંહ ગોહિલ

ક્રાઇમ બ્રાન્ચની કામગીરી વધુ સારી રીતે થઇ શકે તેવા અમારા પ્રયત્નો રહેશે: પાર્થરાજસિંહ ગોહિલ
ક્રાઇમ બ્રાન્ચની કામગીરી વધુ સારી રીતે થઇ શકે તેવા અમારા પ્રયત્નો રહેશે: પાર્થરાજસિંહ ગોહિલ
ગઇ કાલે ડીસીપી ઝોન-2 સુધીર કુમાર દેસાઇએ ચાર્જ સંભાળ્યા બાદ આજે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે ચાર્જ સંભાળ્યો હતો. અને મિડીયાને જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાન્ચની કામગીરી સારી રીતે થઇ જ રહી છે પરંતુ હજુ પણ સારી રીતે કરી શકાયત તેવા પ્રયત્નો અમારી સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવશે. રાજકોટ શહેરમાં થઇ રહેલા વિસ્તાર વાઇઝ ક્રાઇમનો અભ્યાસ કરીને વાફેફ થઇને આગળની રણનીતી બનાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંત રાજકોટવાસીઓનો પોલીસ પ્રત્યેનો ભરોસો વધે અને પોલીસ પ્રજાનો મિત્ર વ્યાખ્યા સાર્થક થાય અને લોકો પોલીસ થી ડર્યા વિના પોતાની સમસ્યા જણાવી શકે તેવુ આયોજન કરવામાં આવશે. હાલમાં પણ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખુબ જ સારી જ છે. પરંતુ હજુ પણ કામગીરી હાલ કરતા વધુ સારી બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. હંમેશા ક્રાઇમ બ્રાન્ચના તમામ સ્ટાફને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે.

Read About Weather here

બીજી વાત જોઇએ તો રાજકોટ શહેરમાં કથિત કમિશન કાંડ, હવાલા કે જમીનોના કારસ્તાનોના આક્ષેપો સાથે સરકારમાં સીપીથી લઈ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની ઈમેજ ખરડાઈ હતી. ખાસ તો જે આક્ષેપો થયા તે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ અને અધિકારીઓ પર જ થયા. હવે આ ખરડાયેલી છાપ સુધારવા માટે સરકાર દ્રારા અત્યાર સુધી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ખાલી પડેલી ડીસીપીની પોસ્ટ પર પ્રથમ પોસ્ટિંગ કર્યું છે અને એ પણ આકરા મિજાજના હોય તેવા પાર્થરાજસિંહ ગોહિલને મુકયા છે.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે મહેસાણાના એસપી અને પોલીસ સ્ટાફમાં કડક કે કોઈ ગેરશિસ્ત ન ચલાવવાની છાપ ધરાવતા આઈપીએસ પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂંક થતા તેમના આગમન પૂર્વે જ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફમાં ઉચાટ ફેલાયો છે કે હવે શું કરવું કે શું થશે ? પાણી પહેલાં પાળ બાંધીને તબિયતના કે આવા ખરાખોટા રીપોર્ટ મુકીને પણ સામેથી બદલી માગી લેશે એવી ભારે ચર્ચા ચાલવા લાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here