કોવિડ- ઓમિક્રોન સામે હળવાશથી કામ ન લો: કેન્દ્રનું ફરમાન

કોવિડ- ઓમિક્રોન સામે હળવાશથી કામ ન લો: કેન્દ્રનું ફરમાન
કોવિડ- ઓમિક્રોન સામે હળવાશથી કામ ન લો: કેન્દ્રનું ફરમાન

જરૂર પડીએ નિયંત્રણો સહિતનાં પગલા લેવા રાજ્યોને ખાસ પત્ર: કોવિડ પ્રોટોકોલનાં કેન્દ્રીય આદેશો 31 જાન્યુઆરી સુધી અમલમાં

કોરોનાનાં વધતા જતા કેસો અને ઓમિક્રોન વાયરસનાં ઉછાળાને ધ્યાનમાં રાખી રાજ્યોને જરાય હળવાશ ન રાખવા અને જરૂર પડીએ નિયંત્રણો સહિતનાં કડક પગલા લેવા કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફરમાન કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રનાં આરોગ્ય સચિવ અજય ભલ્લાએ રાજ્યોનાં મુખ્ય સચિવોને ખાસ પત્ર પાઠવ્યો છે અને સાવધાની તથા સતર્કતા ઓછા ન કરવા અને કેન્દ્રીય ગાઈડલાઈન્સનો 31 જાન્યુઆરી સુધી અમલ ચાલુ રાખવા તાકીદ કરી છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા એ હકીકત પર ભાર મુકવામાં આવ્યો છે કે, સ્થાનિક અને જિલ્લા કક્ષાએ પણ ડેટા પુથ્થકરણ, ગતિશીલ નિર્ણય પ્રક્રિયા, વધુ ઊંડી દીર્ઘદ્રષ્ટિ, તથા નિયંત્રણનાં કડક અને ત્વરીત પગલા જરૂરી છે.

કોવિડ અને ઓમિક્રોનનાં ભયને ખાળવા માટે જ્યાં જરૂર લાગે ત્યાં કોવિડ નિયંત્રણો લાગુ કરી દેવા અને સાવધાનીનું પ્રમાણ ન ઘટાડવા કેન્દ્ર સરકારે સ્પષ્ટ તાકીદ કરી છે. તહેવારોનાં મૌસમમાં ભીડ ભેગી ન થાય એ માટે સ્થાનિક ધોરણે નિયંત્રણો મુકવા રાજ્યોએ વિચારવું જોઈએ. એવી આરોગ્ય સચિવે સલાહ આપી હતી.

ઓમિક્રોનનાં કેસોમાં એક જ દિવસમાં નોંધાયેલો વિક્રમ સર્જક ઉછાડો કેન્દ્ર સરકારને ચિંતામાં ગરકાવ કરવા માટે કારણભૂત બન્યો છે. સોમવારે પહેલીવખત દેશમાં એક જ દિવસમાં ઓમિક્રોનનાં 156 કેસો નોંધાયા હતા.

Read About Weather here

એ જ રીતે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 6531 નવા કેસ નોંધાયા હતા. એટલે કેન્દ્ર સરકાર સાવધાની તર્ક ન કરવા તાકીદ કરી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here