મહાદેવ પોતે ન આવી શકતા હોવાથી ભક્તો શિવલિંગ ઉખાડી કોર્ટમાં લઈ ગયા…!

મહાદેવ પોતે ન આવી શકતા હોવાથી ભક્તો શિવલિંગ ઉખાડી કોર્ટમાં લઈ ગયા...!
મહાદેવ પોતે ન આવી શકતા હોવાથી ભક્તો શિવલિંગ ઉખાડી કોર્ટમાં લઈ ગયા...!
આ ઘટના રાજગઢના અધિકારીઓના નોટિસ આપ્યા પછી ઘટી છે. છત્તીસગઢની એક કોર્ટમાં શુક્રવારે ભગવાનને હાજર થવાની ફરજ પડી હતી, જી હાં તમે સાચ્ચુ વાચ્યું છે. પહેલા તો અધિકારીએ શંકર ભગવાનને આરોપી કહી કોર્ટમાં હાજર થવાની નોટિસ ફટકારી હતી. ત્યારપછી કોર્ટમાં જો ભગવાન હાજર ન થયા તો એવી સ્થિતિમાં 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડે એવું જણાવ્યું હતું.હવે આવી સ્થિતિમાં ભગવાન સાક્ષાત તો આવી ન શકે એટલે ભક્તોએ અનોખો જુગાડ લગાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ શિવલિંગને મંદિરથી ઉખાડીને કોર્ટમાં લઈ ગયા હતા. પરંતુ આ દરમિયાન કોર્ટમાં પણ ભગવાનને રાહત મળી નથી. કારણકે તહસીલદાર ન મળતાં કોર્ટે તેમને આગામી તારીખ આપી હતી.રાયગઢમાં ગેરકાયદેસર કબજો અને નિર્માણ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ કેસમાં રાયગઢ તહસીલ (રેવન્યુ) કોર્ટે 23થી 24 ફેબ્રુઆરી અને 2 માર્ચે સીમાંકન ટીમનું આયોજન કરી કૌહાકુંડા ગામમાં તપાસ કરાઈ હતી.

જેમાં ઘણા લોકો પાસે ગેરકાયદેસર કબજો કરાયેલ માહિતી મળી હતી. ત્યારપછી કોર્ટે 10 લોકોને નોટિસ ફટકારી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો હાજર નહીં રહે તેમને 10 હદાર રૂપિયાનો દંડ ફટકારી કાઢી મૂકવામાં આવશે. વળી કોઈપણ રીતે નિર્માણ કરવા સામે રોક લગાવી દીધી છે.આ કેસની શુક્રવારે સુનાવણી હતી. આ દરમિયાન કોહાકુંડાના વોર્ડ 25માં બનેલા શિવ મંદિરનું નામ પણ સામેલ હતું.

Read About Weather here

તેવામાં હવે કોઈ પુજારીનો નોટિસમાં ઉલ્લેખ ન થયો હોવાથી સીધી મહાદેવ સામે આ જાહેર થઈ ગઈ હતી. ત્યારપછી ભક્તો મંદિરમાંથી શિવલિંગને ઉખાડી ટ્રોલીમાં કોર્ટ સુધી લઈ ગયા હતા.શિવલિંગ અંગે લોકો કોર્ટમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે મોટાભાગના અધિકારીઓ અન્ય કાર્યમાં વ્યસ્ત છે, જેથી આગામી તારીખ 13 એપ્રિલ પસંદ કરાઈ છે. બીજી બાજુ તહસીલદાર ગગન શર્માએ કહ્યું કે નોટિસ અંગે મને કોઈ જાણકારી નથી. આ નાયબ તહસીલદારે જાહેર કરી હતી. જો એમાં કોઈ ભૂલ હશે તો એને સુધારવામાં આવશે.તો આ અંગે કોંગ્રેસના કાઉન્સિલર સપના સિદારે કહ્યું કે આ શિવલિંગ પહેલાથી જ ખંડિત હતું, જેથી તેને બહાર કરી નવું સ્થાપિત કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here