કોરોના સંક્રમણમાં ફરી ઉછાળો: કડક પગલા લેવા કેન્દ્રનો આદેશ

કોરોના સંક્રમણમાં ફરી ઉછાળો: કડક પગલા લેવા કેન્દ્રનો આદેશ
કોરોના સંક્રમણમાં ફરી ઉછાળો: કડક પગલા લેવા કેન્દ્રનો આદેશ

ભીડ પર કાબુ કરો, કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવો: રાજયોને પત્ર વડે તાકિદ, હિલ સ્ટેશનો અને પર્યટક સ્થળો પર માનવ મહેરામણથી કોરોનામાં ઉછાળો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 41806 કેસ નોંધાયા અને 581નાં મૃત્યુ

છેલ્લા કેટલાક દિવસોથી દેશના પર્યટક સ્થળો, હિલ સ્ટેશન અને બાગ-બગીચા જેવા જાહેર સ્થળો પર ઉમટી રહેલી ભીડ અને કોવિડ પ્રોટોકોલના ભંગને પગલે દેશમાં કોરોના ઉછાળો મારી ગયો છે.

Subscribe Saurashtra Kranti here

પરીણામે કેન્દ્ર સરકાર ચિંતાતુર થઇ ઉઠી છે. કેન્દ્ર સરકારે જાહેર સ્થળે ભીડ ટાળવા અને કોવિડના નીતિ નિયમોનું કડકાઇથી પાલન કરાવવા તમામ રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોને ખાસ પત્ર પાઠવીને તાકિદ કરી છે.

કેન્દ્રના ગૃહસચિવ અજય ભલ્લાએ પત્રમાં દર્શાવ્યું છે કે,દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના નિયમોનો લોકો ઉલાળીયો કરી રહયા છે. ચારે તરફ ભીડભાડ દેખાય છે.

હિલસ્ટેશનો અને પર્યટક સ્થળો પર જંગી સંખ્યામાં ઉમટી રહેલા લોકો માસ્ક અને સામાજીક અંતરના નિયમોનો ઉલાળીયો કરતા દેખાયા છે. આ અંગે તાકિદે પગલા લેવાની જરૂર છે.

ગૃહ ખાતાએ આદેશ આપ્યો છે કે, ભીડ જમા થાય અને નિયમ પાલન ન થતું હોય ત્યાના સ્થાનિક સત્તાવાળાઓની જવાબદારી નિશ્ર્ચિત કરવી જોઇએ.
બે દિવસ પહેલા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિલસ્ટેશનો અને પર્યટક સ્થળો પર ભારે ભીડભાડ જોઇને ચિંતા વ્યકત કરી હતી.

વડાપ્રધાને સ્પષ્ટ કર્યુ હતું કે, હિલસ્ટેશન પર લોકો માસ્ક વિના ફરી રહયા છે. સામાજીક અંતર પણ જળવાતુ નથી. વડાપ્રધાનના નિવેદન બાદ કેન્દ્રનું ગૃહખાતુ હરકતમાં આવ્યું છે અને રાજયોને સ્પષ્ટ ચેતવણી આપી છે

કે, જો ભીડ નિયમન ન થઇ શકતું હોય તો ફરીથી પ્રતિબંધો લાગુ કરી દો. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 41806 કેસો નોંધાયા છે અને 581 દર્દીઓના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર કેરળમાં સૌથી વધુ ઉછાળો જોવા મળી રહયો છે.

કેરળમાં બે દિવસમાં 15637 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જયારે મહારાષ્ટ્રમાં 8602 જેટલા નવા કેસો નોંધાયા છે અને 170 દર્દીઓના મૃત્યુ થયા છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 23 દિવસ બાદ પહેલીવાર કોરોના કેસોમાં ઉછાળો નોંધાયો છે.

Read About Weather here

નવા 41 કેસો નોંધાયા છે. કોઇ મૃત્યુ થયાનું નોંધાયું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here