કોરોના વડા…!

કોરોના વડા…!
કોરોના વડા…!
આ વડા ટ્‍વિટર પર ધૂમ મચાવી રહ્યા છે. દેખાવમાં, આ વડા પ્રોટીન સ્‍પાઇક્‍સ સાથેના કોરોના વાયરસ જેવા દેખાઈ રહ્યા છે, જે મહિલાએ ચોખા અને બટાકામાંથી તૈયાર કર્યો છે. વીડિયો જોઈને તમને આશ્ચર્ય થશે કારણ કે, તેનું અંતિમ સ્‍વરૂપ બિલકુલ કોરોના વાયરસ જેવું છે. આ મહિલા કેવી રીતે કોરોના વડા બનાવી રહી છે તે જોવા માટે તમે પણ આ વિડિયો જોવો.

Visit Saurashtra Kranti Homepage here

પ્‍શળષ્ટશ નામના એકાઉન્‍ટ દ્વારા ટ્‍વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક મહિલા કોરોના આકારના વડા બનાવતી જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં તે ચોખાનો લોટ ભેળવીને બટાકામાં ડુંગળી-ટામેટાં નાખીને સ્‍ટફિંગ તૈયાર કરે છે. આ પછી, આ સ્‍ટફિંગને કણકની અંદર ભરીને,સ્ત્રી તેને કાચા ચોખાથી કોટ કરે છે અને તેને વરાળમાં સારી રીતે રાંધે છે. જયારે વડા આખરે બહાર આવે છે, ત્‍યારે તેના પરના ચોખા કોરોના વાયરસ જેવા દેખાય છે.

Read About Weather here

આ વીડિયોને ટ્‍વિટર પર શેર કરતા યુઝરે કેપ્‍શન લખ્‍યું છે- કોરોના વાડા, ભારતની મહિલા બધા પર ભારે છે. આ વીડિયોને અત્‍યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્‍યો છે અને લોકો આ વાનગીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર લોકોએ અલગ-અલગ પ્રકારની કોમેન્‍ટ આપી છે. જયારે તે સ્‍વાદિષ્ટ લાગે છે, લોકો તેને કોરોના જેવા દેખાવને કારણે વિચિત્ર કહી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું છે – જયારે કોરોના થાય છે ત્‍યારે કોરોના વડા બનાવો, તો બીજો યુઝર્સ કહે છે – આ રીતે કોરોનાને હરાવી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here