કોરોના મૃતકોનાં પરિવારોને સહાયમાં વિલંબ બદલ ત્રણ રાજ્યોને તતડાવતી સર્વોચ્ચ અદાલત

કોરોના મૃતકોનાં પરિવારોને સહાયમાં વિલંબ બદલ ત્રણ રાજ્યોને તતડાવતી સર્વોચ્ચ અદાલત
કોરોના મૃતકોનાં પરિવારોને સહાયમાં વિલંબ બદલ ત્રણ રાજ્યોને તતડાવતી સર્વોચ્ચ અદાલત

આવી કામગીરી હાસ્યાસ્પદ ગણાય, મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ અને રાજસ્થાન સરકારોની આકરી ટીકા

કોવિડ મૃતકોનાં કિસ્સામાં પરિવારજનોને વળતર ચુકવવામાં થઇ રહેલા વિલંબ બદલ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ અને રાજસ્થાન સરકારોની આકરી ઝાટકણી કાઢી નાખી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારોને પ્રતિ પરિવાર રૂ. 50 હજાર ચૂકવવા અગાઉ સુપ્રીમે આદેશ આપ્યો હતો. છતાં ચૂકવાણામાં વિલંબ થતા સુપ્રીમ લાલઘૂમ થઇ ઉઠી છે.જસ્ટીસ એમ.આર.શાહ અને નાગરત્નની બેન્ચે સ્પષ્ટ ટકોર કરી હતી કે, મહારાષ્ટ્ર સરકારની એફિડેવિટથી અમને જરાય સંતોષ નથી.

કોરોનાથી એક લાખ લોકોએ રાજ્યોમાં મૃત્યુ પામ્યા છે પણ અત્યાર સુધીમાં માત્ર 37 હજાર અરજીઓ મળી છે અને એમાંથી પણ કોઈને હજુ વળતર અપાયું નથી. આ ખૂબ જ હાસ્યસ્પદ પરિસ્થિતિ છે. જે ચલાવી લેવાય નહીં.

પશ્ર્ચિમ બંગાળમાં કોવિડથી 19 હજાર મોત થયાનું નોંધાયું છે અને માત્ર 467 અરજીઓ મળી છે. રાજસ્થાનમાં 9 હજાર મોત થયા છે અને માત્ર 595 અરજીઓ મળી છે.

સુપ્રીમે તીખી ટકોર કરી હતી કે રાજ્ય સરકારો માનવતા બતાવે અને તાત્કાલિક વળતર ચૂકવવાનું શરૂ કરે. એટલો વિલંબ સાકી લેવાય નહીં. અદાલતે આ ત્રણેય રાજ્ય સરકારોને એવો

Read About Weather here

પણ આદેશ આપ્યો હતો કે, વળતર ચુકવવાની યોજના વિશે લોકોને ખબર પડે અને લોકો આગળ આવે એ માટે અખબારો, ટેલીવિઝન અને રેડિયો પરથી રાજ્યોએ પુરતી પ્રસિધ્ધી કરવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here