કોરોના પ્રોત્સાહન ભથ્થુ ન અપાતા ઇન્ટર્ન તબીબો હડતાલ પર

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...

આજથી રાજયભરના ઇન્ટર્ની જોડાઇ જવાની શકયતા, શું ત્રીજી લહેરનો સામનો આવી રીતે થશે? : લોકો અને સંસ્થાઓમાં સતત પુછાતો સવાલ

ગુજરાત સરકારે કોરોના મહાકાળમાં અપ્રતિમ સેવા આપનાર ઇન્ટર્ની તબીબોને પ્રોત્સાહન ભથ્થુ આપવાનો વાયદો હજુ સુધી માત્ર કાગળ પર રહયો છે. અમદાવાદ સોલા સિવિલ અને જીએમઇઆરએસના ઇન્ટર્ની તબીબો તથા વલસાડના ઇન્ટર્ન તબીબો બે દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે.

Subscribe Saurashtra Kranti here

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સરકાર અને તંત્ર સજ્જ હોવાના અવાર નવાર મોટા અવાજે થઇ રહેલા દાવા પોકળ પુરવાર થઇ રહયા છે. આજે અને આવતીકાલે રાજયભરના ઇન્ટર્ન તબીબો હડતાલ પર જશે તેવું જાણવા મળ્યું છે.

આજે સોલા હોસ્પિટલ અને વલસાડ ખાતે તબીબોએ ધરણા કર્યા હતા અને દેખાવો કર્યા હતા. રાજય સરકારે વચન મુજબ રૂ.5 હજારનું કોવિડ પ્રોત્સાહન ભથ્થુ આપ્યું નથી.

તબીબો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવ્યા છતાં રાજયના ગૃહ વિભાગે ધ્યાન આપ્યું નથી. વચન મુજબ ભથ્થુ ચુકવવામાં આવ્યું નથી. જેથી કરીને ઇન્ટરની તબીબોને ના છૂટકે હડતાલનો આસરો લેવો પડયો છે.

આજથી રાજકોટ, વડોદરા સહિતના શહેરોના ઇન્ટરની તબીબો પણ હડતાલ પર ઉતરી રહયા છે. વધારાનું પ્રોત્સહાન ભથ્થુ આપવા માટે અવાર નવાર રજૂઆત કરવા છતાં આપવામાં ન છતાં ઇન્ટરની તબીબો નારાજ થઇ ગયા છે.

સુરતના તબીબો પણ જોડાશે તેવું જાણવા મળ્યું છે. અત્યારે ગુજરાતમાં કોરોનાના કેસોએ ઉછાડો માર્યો છે. નવા 41 કેસો નોંધાયા હતા. સરકારે ચાલુ વર્ષના માર્ચથી જૂન સુધી વધારાનું ભથ્થુ આપવાની અગાઉ ખાત્રી આપી હતી.

Read About Weather here

એક તરફ કોરોનાની બીજી લહેર હજુ પુરેપુરી ખતમ થઇ નથી. ત્રીજી લહેરનો ખત્રો યથાવત રહયો છે. ત્યારે ઇન્ટરની તબીબો સાથે રાજય સરકારનું વર્તન નિષ્ણાંતોમાં ચિંતા જન્માવી રહયું છે અને ઠેર ઠેર એવા સવાલો પુછાઇ રહયા છે કે, શું સરકાર અને તંત્ર આવી રીતે ત્રીજી લહેરનો સામનો કરશે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here