કોરોના દર્દી ઓના મૃત દેહ 16 મહિના સુધી સડતા રહ્યા…!

કોરોના દર્દી ઓના મૃત દેહ 16 મહિના સુધી સડતા રહ્યા...!
કોરોના દર્દી ઓના મૃત દેહ 16 મહિના સુધી સડતા રહ્યા...!
લગભગ આવી કહાની ૪૦ વર્ષના દુર્ગાની પણ છે. દુર્ગાનું નિધન પણ ૨ જુલાઈ ૨૦૨૦ના થયું અને આગામી દિવસે તંત્ર તરફથી તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ બંને મૃતદેહોનું સત્ય તે છે કે બંનેના મૃતદેહ  ESI હોસ્પિટલના શબ ગૃહના રેફ્રિઝરેટરમાં પડ્યા રહ્યાં અને સડી ગયા. દુનિયાને અલવિદા કહેનાર મુનિરાજુનો પરિવાર આજે છેતરાયાનો અહેસાસ કરી રહ્યો છે.

૬૭ વર્ષના મુનિરાજુનું મૃત્યુ ૨ જુલાઈ ૨૦૨૦ના કોરોનાને કારણે બેંગલુરૂની ESI હોસ્પિટલમાં થયું હતું. તે સમયે કોરોનાની પ્રથમ લહેર હતી, જયારે મૃતકોના મૃતદેહને પરિવારજનોને આપવામાં આવતા નહોતા.

પરિવારે પણ હોસ્પિટલ અને બેંગલુરૂ કોર્પોરેશનને તે વાતની સહમતિ આપી હતી કે મુનિરાજુના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.આ મૃતદેહોની કોઈએ દરકાર લીધી નહીં. બીજીતરફ બંનેના પરિવારજનો માનતા હતા કે તેમના અંતિમ સંસ્કાર થઈ ચુકયા છે અને તે પોત-પોતાના ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે શ્રાદ્ઘ ક્રિયા કરી ચુકયા છે.

બંનેના મૃતદેહો હોસ્પિટલના શબગૃહમાં પડ્યા છે. આ વાતનો ખુલાસો પાછલા શનિવારે થયો ત્યારબાદ હોસ્પિટલની અંદર હડકંપ મચી ગયો હતો. મૃતદેહ કઈ સ્થિતિમાં શોધવામાં આવ્યા કે કઈ રીતે સામે આવ્યા તેને લઈને હોસ્પિટલ તરફથી ન તો કોઈ સ્પષ્ટતા આવી છે ન તો હોસ્પિટલના કોઈ અધિકારી આ મુદ્દે બોલવા તૈયાર છે.

હોસ્પિટલના સૂત્રો પ્રમાણે આ બંને મૃતદેહોને હોસ્પિટલના જૂના શબગૃહના ફ્રીઝરમાં રાખવામાં આવ્યા હતા અને હોસ્પિટલના કર્મચારી બેંગલુરૂ કોર્પોરેશનના કર્મચારીની રાહ જોઈ રહ્યાં હતા.

Read About Weather here

આ દરમિયાન હોસ્પિટલમાં નવુ મડદાઘર શરૂ થઈ ગયું અને ત્યારબાદ બધા મૃતદેહોને નવા મડદાઘરમાં રાખવામાં આવતા હતા. આ બંને મૃતદેહો જૂના શબગૃહમાં જ રહી ગયા. આશરે ૧૬ મહિના બાદ શનિવારે આ માહિતી મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here