કોરોના ત્રીજી લહેરમાં વેક્સિન ન લેનારને જ ઓક્સિજનની જરૂર પડે છે

કોરોના ત્રીજી લહેરમાં વેક્સિન ન લેનારને જ ઓક્સિજનની જરૂર પડે છે
કોરોના ત્રીજી લહેરમાં વેક્સિન ન લેનારને જ ઓક્સિજનની જરૂર પડે છે

રાજકોટનાં સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ત્રિવેદીનું તબીબી મંતવ્ય: રસીનાં બંને ડોઝ લેનારાને કોઈ મોટી તકલીફ નથી, બધા રસી લઈ લે

રાજકોટ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ આર એસ ત્રિવેદીએ સ્પષ્ટ તબીબી મંતવ્ય વ્યક્ત કર્યું છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં વેક્સિનનો બંને ડોઝ લેનારાને વધારે અસર થઇ નથી. પરંતુ જે સંક્રમિતોએ વેક્સિનનાં ડોઝ લીધા નથી. એમને જ ઓક્સિજનની જરૂર પડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

સિવિલ હોસ્પિટલનાં વડાએ તમામ લોકોને તાત્કાલિક વેક્સિનનાં બંને ડોઝ લઇ લેવાની અપીલ કરી છે. અત્યારે તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાની તેમણે ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધી જેટલા દર્દીઓ આવ્યા છે તેમાં એક ખાસ વાત એવી સામે આવી છે કે જે દર્દીઓએ વેક્સિનનાં બે ડોઝ લીધા છે. તેમના પર વાયરસની અસર ખૂબ ઓછી જોવા મળી છે. જયારે વેક્સિન નહીં લેનાર દર્દીઓને તો ઓક્સિજનની પણ જરૂર પડી રહી છે.

સિવિલ સુપ્રિ.ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, અત્યારે કોરોનાની ત્રીજી લહેર પીક પર આવી ગઈ હોય તેવું લાગે છે. હવે કેસની સંખ્યા વધે તેવું લાગતું નથી. ટેસ્ટીંગ વધ્યા એટલે કેસોમાં પણ વધારો થયો છે.

તેમણે માહિતી આપી હતી કે સિવિલનાં કોરોના વોર્ડમાં હાલ દાખલ 50 દર્દીઓ પૈકી 9 દર્દીઓ ઓક્સિજન પર છે.બાકીનાં 41 સાદા વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. એ દર્દીઓમાં પણ સામાન્ય લક્ષણો છે. વેક્સિન નહીં લેનારાને વધારે અસર દેખાઈ છે. જયારે બંને ડોઝ લેનારાની તબિયત સ્થિર છે. તેમણે લોકોને તાત્કાલિક વેક્સિનનાં બંને ડોઝ લઇ લેવા અપીલ કરી છે.

જે પ્રમાણે કેસોમાં વધારો થયો છે. તેના પ્રમાણમાં હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. હાલમાં માત્ર 50 દર્દીઓ સારવાર હેઠળ છે અને બીજા તમામ હોમ આઈસોલેટ થયા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોમ આઈસોલેટ દર્દીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં જ શહેરમાં 2595 નવા કેસો નોંધાયા છે. જેના પગલે મનપાએ ટેસ્ટીંગમાં વધારો કરવાની વ્યવસ્થા કરી છે. મેયર ડો.પ્રદિપ ડવએ ટેસ્ટીંગ બુથ સાંજનાં 5 વાગ્યાને બદલે સાંજના 6:30 સુધી ચાલુ રાખવાની સુચના આપી છે.

શહેરમાં આમ આદમીની સાથે-સાથે વીઆઈપી, મહાનુભાવો, અધિકારીઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે. મ્યુ.કમિશનર અમિત અરોરાને કોરોનાનાં લક્ષણો જોવા મળતા એમણે પણ ટેસ્ટ કરાવ્યો છે. જેનો રીપોર્ટ ટૂંક સમયમાં આવી જશે.

Read About Weather here

અલગ-અલગ વિભાગનાં સંખ્યાબંધ અધિકારીઓ સંક્રમિત થયા છે. જેના કારણે વહીવટીતંત્ર તકેદારીનાં વધુ પગલા લઇ રહ્યું છે. આજે રાજકોટ આઈબી નાં ડીવાયએસપી ધાંધલ અને એમના પરિવારનાં પાંચ સભ્ય કોરોના સંક્રમિત થયાનું જાહેર થયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here