કોરોનાનો ભય છતાં એસ.ટી. બસ ચિક્કાર…!!!

કોરોનાનો ભય છતાં એસ.ટી. બસ ચિક્કાર…!!!
કોરોનાનો ભય છતાં એસ.ટી. બસ ચિક્કાર…!!!

ગુજરાતના આરોગ્ય અને પરીવારકલ્યાણ  વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતમાં  છેલ્લા 3 દિવસથી કોરોના કેસોની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા ૩,350 કેસ નોંધાયા છે.

ત્યારે રાજકોટમાં 141 કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે લોકોએ પુરેપુરી સાવચેતી રાખવાની આવશ્યકતા છે. કોરોનાના નિયમોનું સચોટ રીતે જો પાલન કરવામાં આવશે તો કોરોના સામે લડી શકાશે. માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ જોવા નિયમોનું પાલન કરવું જોઈએ. પરંતુ હજુ પણ કેટલીક જગ્યાએ આ નિયમોનું પાલન કરવામાં આવતું નથી!

કોરોના સંક્રમણનો ભય હોવા છતાં એસ.ટી. બસોમાં ભીડ યથાવત જોવા મળી રહી છે. કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે એસ.ટી. તંત્ર માટેની ગાઈડલાઈન જાહેર નહીં થતા રાજકોટ એસ.ટી. ડેપો સહિત બસોમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે!

કોરોનાનો ભય છતાં એસ.ટી. બસ ચિક્કાર…!!! નો
આજરોજની એસ.ટી. ડેપોની તસ્વીર

ઉપરની તસ્વીરમાં જોઈ શકાય છે કે, એસ.ટી.ડેપો પર કેટલી જોવા મળી રહી છે. કોરોના નિયમોનો ભંગ અહીંયા જોઈ શકાય છે. જો લોકો આવી જ રીતે બેદકાર બની રહેશે તો કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના છે.

પ્રીમીયમ બસોની વાત કરી તો બસોમાં ૭૫ % મુસાફરોના પરિવહનનો નિયમ છે. જયારે સાદી બસમાં કોઈ નિયમ નથી.

જો આ ભીડ હજુ પણ આવી જ રીતે યથાવત જોવા મળી તો કોરોના કેસમાં હજુ પણ એટલો જ વધારો થઇ શકે છે. સંક્રમણને અટકાવવા માટે એસ.ટી. ડેપોમાં ભીડ એકત્ર ન થાય તે ખુબ જ જરૂરી છે. પરંતુ એસ.ટી. ડેપોમાં ભીડ એકત્ર ન થાય તેવું કોઈ પણ પ્રકારનું આયોજન જાહેર થયું નથી.

Read About Weather here

ત્યારે બીજું બાજુ જોવા જઈએ તો એસ.ટી. બસોમાં ભીડનું પ્રમાણ વધતું જતું જોવા છે. તેમજ એક્સપ્રેસ બસોમાં પણ આ જ પરિસ્થિતિ છે. જેના કારણે કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here