કોરોનાને ફરીથી ભરી પીવા સજ્જ થતું ગુજરાત

કોરોનાને ફરીથી ભરી પીવા સજ્જ થતું ગુજરાત
કોરોનાને ફરીથી ભરી પીવા સજ્જ થતું ગુજરાત

આજે મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક બાદ જાહેર થશે કડક નિયંત્રણો: રાજકોટ સહિતનાં મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંનો સમય વધશે, ચા-પાનનાં ગલ્લા પણ બંધ કરાશે??
લોકહિતમાં સમિટ મોકુફીનો નિર્ણય લેવાયો છે: જીતુ વાઘાણી
ખાણી-પીણીની બજારોમાં ફરી નિયંત્રણો, સિનેમા અને જાહેર બાગ-બગીચા બંધ કરાશે?: શાળા-કોલેજો અંગે પણ મોડી સાંજ સુધીમાં જાહેરાત

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનાં બેવળા આક્રમણથી સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે અને મહામારીને ભરી પીવા માટે ફરી એકવખત ગુજરાત સજ્જ થઇ ગયું છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને સાંજે ઉચ્ચકક્ષાની બેઠકમાં સમીક્ષા કરવામાં આવ્યા બાદ નવા આકરા અને કડક કોવિડ નિયંત્રણો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારનાં પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવા નિયંત્રણોનો સંકેત આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક બાદ મોડી સાંજ સુધીમાં કોરોના અંગેનાં નવા કડક નિયંત્રણો જાહેર થશે. લોકહિતમાં સરકારે વાઈબ્રન્ટ સમીટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સાથે રાજ્ય સરકારે સતત પરામર્શ કરીને ગાઈડલાઈન્સ નક્કી કરી છે.

શિક્ષણમંત્રીએ આપેલા સંકેત મુજબ આવતીકાલથી રાજ્યમાં નવા નિયંત્રણો લાગુ થઇ શકે છે. ચા ની કીટલી અને પાનનાં ગલ્લા ફરી બંધ થઇ શકે છે. તમામ સિનેમા અને જાહેર બાગ-બગીચા પણ બંધ થઇ શકે છે. ખાણી-પીણીની બજારોમાં પણ નિયંત્રણો લાગુ થઇ શકે છે. રાજકોટ સહિતનાં 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંનો સમય પણ વધી શકે છે. લગ્ન સમારંભોમાં ફરીથી મહેમાનોની સંખ્યા પર નિયંત્રણ લાગુ થશે.

Read About Weather here

સામાજીક મેળાવડાઓ પર પણ પ્રતિબંધ લાગુ થઇ શકે છે. બ્યુટી પાર્લર 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહી શકે છે. સાર્વજનિક સ્થળો માટે પણ કડક નિયંત્રણો જાહેર થશે. મોડી સાંજે જ રાજ્ય સરકાર નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે.શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોજેલી સમીક્ષા બેઠકમાં શાળા-કોલેજો અંગે પણ નિર્ણય લેવામાં આવશે..

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here