કોમેડી કિંગનો વાઇરલ વીડિયો…!

કોમેડી કિંગનો વાઇરલ વીડિયો…!
કોમેડી કિંગનો વાઇરલ વીડિયો…!
કપિલ શર્મા કેનેડામાં વિવિધ જગ્યાએ લાઇવ પર્ફોર્મન્સ આપે છે. હાલમાં જ કપિલ શર્માએ એક વીડિયો શૅર કર્યો છે. કોમેડી કિંગ કપિલ શર્મા હાલમાં પોતાની ટીમ સાથે કેનેડાની ટૂર પર છે. તેની સાથે ચંદન પ્રભાકર, કીકુ શારદા, સુમનો ચક્રવર્તી તથા કૃષ્ણા અભિષેક છે. આ વીડિયો શૅર કરીને કપિલ શર્માએ પત્ની ગિન્નીને સોરી કહ્યું હતું.કપિલનો લાઇવ શો 25 જૂનના રોજ કેનેડાના વાનકુવરમાં હતો. બીજો લાઇવ શો ટોરન્ટોમાં 3 જુલાઈના રોજ યોજાશે.

https://www.instagram.com/p/CfVjpuOFvyn/

Visit Saurashtra Kranti Homepage here

25 જૂનના રોજ યોજાયેલ લાઇવ શોમાં કપિલ શર્માએ સ્વર્ગીય સંગીતકાર સિદ્ધૂ મૂસેવાલાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ લાઇવ શોનો અન્ય એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કપિલ શર્મા સ્ટેજ પર છે અને તેણે પત્ની અંગે વાત કરી હતી. કપિલે હજારોની મેદની સામે કહ્યું હતું, ‘આ તમારા માટે, ગિન્ની તું મારી એક પણ વાત સાંભળતી નથી, જો કેટલા લોકો મને સાંભળવા આવ્યા છે.’કપિલ શર્માએ સો.મીડિયામાં આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘સોરી ગિન્ની.’ ખરી રીતે તો કપિલ શર્માએ પત્ની પર કટાક્ષ કર્યો હતો અને પછી તેણે માફી માગી લીધી હતી.

કોમેડી કિંગનો વાઇરલ વીડિયો…! કોમેડી

Read About Weather here

કપિલ શર્મા અમેરિકા તથા કેનેડા ટૂર કરવાનો હોવાથી ‘ધ કપિલ શર્મા શો’ બંધ કરવામાં આવ્યો છે. આ શો ત્રણ-ચાર મહિના પછી ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2021માં કપિલ શર્માએ શોમાંથી બ્રેક લીધો હતો. કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ બીજીવાર પ્રેગ્નન્ટ હતી અને કપિલ પત્ની સાથે ટાઇમ સ્પેન્ડ કરવા માગતો હતો.સો.મીડિયામાં કપિલ શર્માની આ વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ પોસ્ટ પર અનેક સેલેબ્સે લાફિંગ ઇમોજી શૅર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here