કોન્સ્ટેબલની નોકરી છોડી ડીવાયએસપી બનતા રવિરાજસિંહ પરમાર

કોન્સ્ટેબલની નોકરી છોડી ડીવાયએસપી બનતા રવિરાજસિંહ પરમાર
કોન્સ્ટેબલની નોકરી છોડી ડીવાયએસપી બનતા રવિરાજસિંહ પરમાર

લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી!!!
સુરેન્દ્રનગરના મુળી ગામના રવિરાજસિંહ પરમારએ ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું: ડાયરેકટ પીઆઇ મેરીટમાં અટકયા બાદ પણ હતાશ થયા વિના દિવસ-રાત સતત મહેનત ચાલુ રાખી હતી
પોલીસ ટેકનોલોજી સીસ્ટમમાં પણ એકટીવ બને તો વર્ક વધુ સરળ થાય
પોલીસ માટે ડયૂટી 24 કલાક જેવી જ હોય છે આ ડયુટીમાં વર્કથોક સરળ કે ફાસ્ટ બને દોડધામ અને ટ્રેસ ઓછો થાય એ માટે પોલીસે હવે ટેકનોલોજી સીસ્ટમથી વધુ વાકેફ કે અભ્યાસુ થવુ જોઈએ. જેટલા ટેકનીકલ જ્ઞાનમાં નિપૂણતા મેળવો એટલું કામ સરળ થઈ શકે એક વ્યકિત આંગળીના ટેરવે પાંચ વ્યકિતનું કામ કરી શકેનું પણ આર.જે.પરમારનું કહેવું છે.
પો.કમિશ્ર્નર સહિતના અધિકારીઓનો સાથ રહ્યો
જયારે પોલીસમેન તરીકે સિલેકટ થયા એ સમયે પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોત હતા. તેમણે (રવિવરાજસિંહ) ઉપરાંત અન્ય છ નવા કોન્સ્ટેબલ કે જેઓને ઉચ્ચ અભ્યાસ ડિગ્રી હતી તેમણે તુરતં જ અમારા અભ્યાસને પારખીને ફિલ્ડમાં વર્ક કરતી પોલીસને ટેકનિકલી રીતે મદદરૂપ બની શકીએ એ માટે ડીસીબીમાં પોસ્ટીંગ આપ્યું હતું. ટ્રેનિંગ દરમિયાન પણ મને બેસ્ટ કેડેટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. સીપી સાહેબ ઉપરાંત જે-તે સમયના અન્ય પોલીસ અધિકારીઓ, સ્ટાફનો પણ મને જીપીએસસીની તૈયારી માટે પુરો સાથ મળ્યો હતો.(સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ)

લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી!!! કવીતાની જેમ કોઈપણ ગોલ સિધ્ધ કરવો હોય તો દ્રઢ નિર્ધાર, મક્કમતા જ મુખ્ય આધાર બની રહે છે,

Visit Saurashtra Kranti Homepage here

જો રસ્તામાં આવતી અડચણોને હતાસામાં ન પરિણમવા દેવી કે હતાસા હાવી ન થવા દેતી તો તમે નક્કી કરેલા મુકામમાં જરૂર સફળ થઈ શકાય આ શબ્દો છે, રાજકોટના પોલીસમેન પુત્ર રવિરાજસિંહ જનકસિંહ પરમાર કે જે તાજેતરમાં જી.પી.એસ.સી. કલીયર કરીને ડાયરેકટ બન્યા છે ડીવાયએસપી.

રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે 2017માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે સિલેકટ થઈ પોતાના ઉચ્ચ અભ્યાસને લઈને ડાયરેકટ ક્રાઈમ બ્રાંચમાં ટેકનિકલ ટીમમાં કાર્યરત બનેલા રવિરાજસિંહ પરમારના કહેવા મુજબ તેમનો ગોલ આરંભથી જ જીપીએસસી ક્રેક કરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચસ્તરીય સ્થાને પહોંચવું જેથી

આરંભે પોલીસ કોન્સ્ટેબલ તરીકે જ કારકિર્દીનો આરભં કર્યેા હતો. નાનપણથી જ પબ્લિક સેકટર અને સિકયુરિટીમાં કોઈ જોબ પ્લેસ મેળવી ફરજ સાતે પ્રજાની સેવાની પણ તક મળે તેવી ઈચ્છા હતી. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કર્યો.

પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું હતું પરંતુ ફિલ્ડની સાથે હવે સાયબર કે ટેકનિકલી સાઉન્ડ સીસ્ટમની પણ પોલીસ બેડામાં વધુ જરૂરિયાત હોવાથી બીઈ ઈલેકટ્રીક એન્જિનિયર બન્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતીમાં 2017માં સિલેકટ થયા હતા

અને ડાયરેકટ રાજકોટ ડીસીબીમાં ટેકનિકલ સેલમાં ફરજ મળી હતી. કોન્સ્ટેબલ તો મંજીલની ટોચે પહોંચવા એક આધાર કે પગથિયુ હતું. 2018માં પીઆઈની ડાયરેકટ એકઝામ આપતા તેમાં તૈયારી કરી 10 માર્કના ફર્કથી રહી ગયા પરંતુ હતાસ થયાના બદલે મહેનત ચાલુ જ રાખી હતી.

જયારે પરીક્ષાની તૈયાર કરવાની હોય ત્યારે બીન પગારી રજા પર ઉતરી જતા અને તૈયારી ચાલુ રાખતા હતા. જીપીએસસીની તૈયારી દરમિયાન જીએસટી ડિપાર્ટમેન્ટમાં સ્ટેટ ટેકસ ઈન્સ્પેકટર તરીકેની પરીક્ષા ઉત્તીર્ણ કરતા સ્ટેટ ટેકસ ઈન્સ્પેકટર તરીકે ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસમાં અંકલેશ્ર્વરમાં પોષ્ટ્રિંગ મળ્યું હતું.

31 જાન્યુઆરી-2021ના રોજ કોન્સ્ટેબલ પદેથી રાજીનામુ આપી સ્ટેટ ટેકસ ઈન્સ્પેકટરની જોબ સ્વીકારી લીધી હતી. ગોલ જીપીએસસી ક્રેક કરવાનો હતો. એસટીઆઈની નોકરી દરમિયાન સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધી અને વહેલી સવારે 6થી નોકરી પર જતા પૂર્વે 10-30 સુધી જીપીએસસી માટે સતત અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

અંતે ધારી સફળતા પ્રાપ્ત કરી ડીવાયએસપી તરીકે સિલેકટ થયા છે. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી એ દરમિયાન પ્રેકિટકલી કામ કરવાની જે તક મળી એ જીપીએસસીની એકઝામ, તૈયારીમાં બહત્પ જ લાભકારક બન્યાનું પણ રવિરાજસિંહે જણાવ્યું હતું.

રવિરાજસિંહનું મૂળ વતન મુળીનું મુંજપર જામ છે તેમના પિતા પણ એમ.કોમ. સુધી અભ્યાસ સાથે 1995માં રાજકોટમાં હેડ કવાર્ટરમાં પોલીસમેન તરીકે સિલેકટ થયા હતા અને અહીં રાજકોટમાં જ ફરજ બજાવે છે. મોટાબાપુ કનકસિંહ પી.આઈ (હેડ કવાર્ટર) તરીકે ફરજ બજાવતા હતા.

પરિવારના સભ્યો પોલીસ વિભાગમાં હોવાથી એને લઈને પોલીસની નોકરી પ્રત્યે વધુ લગાવ હતો. જીપીએસસીની તૈયારી દરમિયાન અન્ય એકઝામમાં માર્કસ ઓછા આવ્યા, સિલેકશન ન થયુ તે સમયે હત્પં થોડો નર્વસ પણ થયો તો મારા માતા-પિતા પરિવારે તુરતં જ મને મોટીવેટ કરતો હતો

Read About Weather here

અને મારો હોંશલો પરિવારે જ બુલદં બનાવ્યો હતો. નિષ્ફળતા સમયે માત્ર પરિવાર જ સાથે ઉભા રહે છે. માટે તમારા કઠીન સમયમાં પરિવાર કે પરિવારના સભ્ય બનીને સાથ નિભાવ્યો હોય તેને કયારેય ન ભૂલવા જોઈએ પણ શબ્દો રવિરાજસિંહે કહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here