કોના આર્શિવાદથી ‘મોટા ભાઇ’ને લીલા લ્હેર??

કોના આર્શિવાદથી ‘મોટા ભાઇ’ને લીલા લ્હેર??
કોના આર્શિવાદથી ‘મોટા ભાઇ’ને લીલા લ્હેર??

મોટાભાઇની બુકીઓને ખાતરી તમતમારે લીલા લ્હેર કરો, કોઇ રેડ નહીં કરે?: ભારે ચર્ચા

રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂ.75 લાખ પડાવ્યાનો ધગધગતો આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશનર સામેના આક્ષેપોથી શહેરભરમાં તરહ-તરહની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલા ગંભીર આક્ષેપોથી પોલીસ તંત્રમાં સન્નાટો છવાઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

બુકીઓમાં મોટુ માથું ગણાતું ‘મોટાભાઇ’ શહેર પોલીસ કમિશનર સામે થયેલા ગંભીર આક્ષેપો બાદ ગણતરીના દિવસોથી પોતાની માયાજાળ સંકેલી લેતા સિસ્ટમમાં રહેલા કેટલાક નામધારી લોકોમાં કહી ખુંશી, કહીં ગમ જેવું વાતાવરણ સજાર્યુ હતું! વર્ષોથી ચાલતી સિસ્ટમ એકાએક બંધ થાય તો સ્વભાવિક છે કે, બુકીઓમાં ઉહાપોહ મચી જાય! ‘મોટાભાઇ’ એ સિસ્ટમ ફરિ શરૂ કરવા ‘તાર’ ગાંધીનગર સુધી લંબાવી આજીજી કરી કામગીરીમાં ખલેલ નહીં પહોંચાડવા તેમજ રૂટીંગ બક્ષીક્ષ તેમજ ભાવતા ભોજનીયા પીરસ્વાનું નક્કી થયું હોય તેમ ‘મોટાભાઇ’ની બુકીઓને ખાતરી આપી હોય

તેમ લીલા લ્હેર કરો, કોઇ રેડ નહીં તેમ સીગ્નલ મળી ગઇ હોય તેમ સીસ્ટમમાં રહેલા કેટલાક લોકોનાં ચહેરા પર ચિંતાના વાદળો દૂર થતા ભર શિયાળામાં ઝુમી ઉઠયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ‘મોટાભાઇ’ એ જાળ એવી બિછાવી છે કે, તેની વક ચાતુર્યથી ભલભલાના પટ્ટા ઢીલા થઇ જાય એટલું જ નહીં દરરોજ કોથળા ભરાય એટલી રકમ જમા-ઉધાર થતી હોય તો બિછાવેલી જાળમાં ઇસ્ત્રી ટાઇટ પહેરીને નિકળતા કેટલાક સાહેબો મોટાભાઇની સિસ્ટમમાં બેસી જવા છૂંટકો જ નથી!?

Read About Weather here

તેલ અને તેલની ધાર જૂઓ તેમ સમયને ધ્યાનમાં રાખીને ઇસ્ત્રી ટાઇટ પહેરતા કયાં સાહેબના છૂંપા આર્શિવાદથી ‘મોટાભાઇ’ને લીલા લ્હેર કરવા લીલી ઝંડી અપાઇ તેવી ચર્ચાઓ થઇ રહી છે. મોટાભાઇનું કોલ ડિટેઇલ કાઢવામાં આવે તો અનેક ભુમાફિયા બુકી તેમજ નામચીન લોકોનો ઘરાબો સામે આવે છે. અગાઉ એસીબીના છટકામાંથી માંડમાંડ બચેલ મોટાભાઇ ઈં.ઇ. માં સજારૂપી નોકરી પણ કરી આવ્યા છે. ત્યાંથી પણ સીસ્ટમ ચલાવવા પંકાયેલા મોટાભાઇ 2011 થી 2022 સુધી સીસ્ટમના મોટાભાઇ બની રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here