કોઠારીયા ટી.પી.સ્કીમ નં.12 માં ડિમોલીશન: 74 મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું

કોઠારીયા ટી.પી.સ્કીમ નં.12 માં ડિમોલીશન: 74 મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું
કોઠારીયા ટી.પી.સ્કીમ નં.12 માં ડિમોલીશન: 74 મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું

મહાનગરપાલિકાની ટી.પી. શાખા દ્વારા


મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કોઠારીયા ટી.પી. સ્કીમ નં. 12 માં 74 મકાનો ઉપર બુલડોઝર ફેરવી અંદાજે 14 હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવેલ.
મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે

Visit Saurashtra Kranti Homepage here

શહેરનાં ઇસ્ટઝોન વિસ્તારનાં વોર્ડ નં. 12 માં સમાવિષ્ટ પ્રારંભિક નગર રચના યોજના નં. 12 (કોઠારીયા) રાજ્ય સરકાર દ્વારા તા. 13/7/2018 થી પ્રારંભિક મંજુર કરાવવામાં આવતા અમલીકરણનાં ભાગરૂપે અસરગ્રસ્તોને નોટીસ આપવામાં આવી હતી.

નેશનલ હાઈ-વે થી શરૂ થતા અને 24 મી. ટી.પી. રોડને જોડતા પીરવાડીની પૂર્વે આવેલ 20 મી. ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણ કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ.20 મી. ટી.પી. રોડ પરના 30 આખા તથા 44 આંશિક મળી કુલ 74 બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

અંદાજે 14,000 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાનો તમામ સ્ટાફ તેમજ જગ્યા રોકાણ શાખા, રોશની વિભાગ તેમજ ફાયર એન્ડ

Read About Weather here

ઈમરજન્સી સર્વિસિઝનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here