કોઇ નાગરિક નાણાં વિના સારવારથી વંચિત રહેતો નથી: વડાપ્રધાન

કોઇ નાગરિક નાણાં વિના સારવારથી વંચિત રહેતો નથી: વડાપ્રધાન
કોઇ નાગરિક નાણાં વિના સારવારથી વંચિત રહેતો નથી: વડાપ્રધાન
રાજકોટ મહાનગરની પરોક્ષમાં આવેલા નાના એવા આટકોટમાં પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને અને ગુજરાતને સૌનો સાથ, સૌની સારવારનો નવો જીવનમંત્ર આપ્યો હતો અને સાથે- સાથે જણાવ્યું હતું કે, 2014 પછી ભાજપ નેતૃત્વ હેઠળની એનડીએ સરકારનાં 8 વર્ષમાં તમામ ક્ષેત્રો અને ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં અસાધારણ, ઝડપી પ્રગતિ થઇ છે જેના ફળ સ્વરૂપ આજે દેશમાં કોઈ નાગરિકને નાણા વિના સારવારનો અભાવ સહન કરવો પડતો નથી. તેમણે આટકોટ જેવા નાના ગામમાં સંપૂર્ણ સુવિધા યુક્ત અતિઆધુનિક મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ બનાવવા બદલ ડો.ભરત બોઘરા અને એમની ટીમને તથા તમામ દાતાઓને ખૂબ- ખૂબ અભિનંદન આપ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કોઇ નાગરિક નાણાં વિના સારવારથી વંચિત રહેતો નથી: વડાપ્રધાન વડાપ્રધાન

ડો.બોઘરા સંચાલિત પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આટકોટમાં રૂ.50 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આટકોટની આવી મોટી હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્ર માટે સારવારની દ્રષ્ટિએ લોકો માટે આશિર્વાદરૂપ બની રહેશે. આટલું મોટું અને મહત્વનું કામ કરવા બદલ અને જે રીતે આ સેવા ઉભી કરવામાં આવી છે એ કાર્ય બદલ હું ડો.બોઘરા અને એમની ટીમ, પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા દાતાઓ અને સમગ્ર સમાજને જેટલા અભિનંદન આપું એટલા ઓછા રહેશે. આજે મને આશા છે કે, ડો.બોઘરાએ કહ્યું છે તેમ કોઈ દર્દી અહીંથી સારવાર વિના પાછો જશે નહીં.વડાપ્રધાને હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ જંગી જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશ એક નવી ગતિ સાથે વિકાસ સાધી રહ્યો છે. ગુજરાત અનેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે અને ખેતીમાં તો ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. તેમણે ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે થયેલી ઝડપી પ્રગતીનો ખ્યાલ આપ્યો હતો.

કોઇ નાગરિક નાણાં વિના સારવારથી વંચિત રહેતો નથી: વડાપ્રધાન વડાપ્રધાન

એમણે રાજકોટ એઈમ્સ, જામનગરની ભૂ સંચાલિત અને નિર્મિત ટ્રેડીશનલ મેડિસીન સેન્ટર જેવી સેવાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, રાજકોટ અને જામનગર બાદ નાનકડા આટકોટમાં આટલી આધુનિક હોસ્પિટલનું નિર્માણ થયું છે. વટ પડી ગયો છે બાપુડી વટ એવા ખુશાલીભર્યા ઉદ્દગાર સાથે વડાપ્રધાન મોદીએ સંબંધિત સહુને ભરપુર અભિનંદન આપ્યા હતા.તેમણે 2014 પહેલાનાં શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, અગાઉ એવી સ્થિતિ હતી કે, એક માતા બીમાર પડે તો દીકરો દેવામાં ડૂબી જશે એ ડરથી હોસ્પિટલ જતી ન હતી. કેમકે સારવાર માટેનાં આટલા નાણાંનો અભાવ રહેતો હતો. એટલે માતા દીકરાને કહી દેતી કે બેટા હું મારી પીડા ભોગવી લઈશ. મારે દવાખાને જવું નથી કારણ કે તારી માથે દેવાનો ડુંગર ખડકાઈ જશે.વડાપ્રધાને આ વરવી વાસ્તવિકતાનું વર્ણન કરવા સાથે ગૌરવભેર કહ્યું હતું કે, અમે ભાજપનાં શાસનમાં આયુષ્માન કાર્ડ અને જન ઔષધી કેન્દ્ર જેવી સેવાઓ લાવ્યા આજે પરિસ્થિતિ શું છે? આજે દેશના 50 કરોડ લોકોને આયુષ્માન કાર્ડને કારણે મફત સેવાનો લાભ મળી રહ્યો છે. કેમકે દિલ્હીમાં આજે એ દુ:ખી માતાઓનો દીકરો બેઠો છે. આજે અગાઉની સ્થિતિ એવી હતી કે ડાયાબીટીશ જેવા ઘર કરી ગયેલા રોગની દવાઓ લેવા માટે દર્દીને દર મહીને રૂ.500 થી માંડીને બે હજાર સુધીનો ખર્ચ કરવો પડતો હતો. આપણે દેશના ખૂણે- ખૂણે જન ઔષધી કેન્દ્રો સ્થાપી દીધા છે જ્યાંથી લોકોને ખૂબ જ સસ્તામાં દવાઓ પ્રાપ્ત થઇ રહી છે.

કોઇ નાગરિક નાણાં વિના સારવારથી વંચિત રહેતો નથી: વડાપ્રધાન વડાપ્રધાન

તેમણે કહ્યું હતું કે, આજે માતાઓ અને બહેનોનાં આશિર્વાદને કારણે જ અને ગરીબો તથા પીડિતોનાં આશિર્વાદથી અમારી સરકારે કેન્દ્રમાં 8 વર્ષ પુરા કર્યા છે. 8 વર્ષ દરમ્યાન દેશની સેવા કરવામાં મેં કોઈ કચાસ રાખી નથી. સસ્તી સારવાર, સોંઘી દવાઓ, આધુનિક અને શ્રેષ્ઠતમ મેડીકલ સુખ- સુવિધાઓ, નલ સે જલ સેવાઓ, જનધન ખાતાઓમાં ગરીબો- કિસાનોને નાણાંકીય સહાય, બહેનોને ધુમાડા મુક્ત જીવન વ્યવસ્થા, મફત વેક્સિન જેવી સુવિધાઓ આપીને દેશના નાગરિકોની સેવા કરવા માટે શ્રેણીબધ્ધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. 8 વર્ષ દરમ્યાન મેં રાષ્ટ્રની સેવા કરવામાં કોઈ કસર છોડી નથી.તેમણે કહ્યું હતું કે, આરોગ્યની સેવાઓની સ્થિતિ અત્યંત કંગાળ હતી. ગુજરાતમાં માત્ર 9 મેડીકલ કોલેજો હતી. માત્ર 1100 જેટલી એમબીબીએસ બેઠકો હતી. ગરીબ પરિવારનાં દીકરાનું ડોક્ટર બનવાનું સપનું માત્ર સપનું જ બની રહેતું હતું. એટલે અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે વિકાસને એટલો વેગ આપ્યો છે કે, આજે એકલા ગુજરાતમાં 30 મેડીકલ કોલેજ છે. 8 હજાર જેટલી મેડીકલ બેઠકો થઇ છે. એનડીએ સરકારે દેશ અને ગુજરાતનાં વિકાસને નવી ગતિ આપી છે. અમે પૂજ્ય બાપુ અને પૂજ્ય સરદારનાં સપનાનું ભારત બનાવવા પુરેપુરો પ્રયાસ કર્યો છે. આજે ગુજરાતમાં મેડીકલ શિક્ષણ દેશ આખા માટે નમુના રૂપ શ્રેષ્ઠ અને સર્વોતમ બન્યું છે.

કોઇ નાગરિક નાણાં વિના સારવારથી વંચિત રહેતો નથી: વડાપ્રધાન વડાપ્રધાન

કેમકે અમે માતૃભાષા ગુજરાતીમાં મેડીકલ શિક્ષણની જે વ્યવસ્થા લાગુ કરી છે તેના કારણે ગરીબ, દલિત અને વંચિત પરિવારનાં યુવાનોનું ડોક્ટર બનવાનું સપનું પૂરું થઇ રહ્યું છે. ગુજરાતનો તમામ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થઇ રહ્યો છે. એ માટે હું ગુજરાતનાં લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને એમની ટીમને અભિનંદન આપું છું. આજે સામાન્યમાં સામાન્ય માનવીને પણ આટકોટ જેવી હોસ્પિટલમાં સરળ, સસ્તી અને શ્રેષ્ઠ સારવારનો લાભ મળશે. વડાપ્રધાને કહ્યું હતું કે, મારી સરકારે 8 વર્ષમાં ગરીબોનાં કલ્યાણને સર્વોચ્ચ અગ્રતા આપી છે. પૂજ્ય બાપુનાં સપનાનું ભારત બનાવવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. દલિતો, ગરીબો, માતાઓ- બહેનો, યુવાનોનાં કલ્યાણ અને વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. અર્થતંત્રને સંપૂર્ણ સ્વદેશી બનાવવામાં અમારી સરકારે શ્રેષ્ઠ કામ કર્યું છે. આદિવાસીઓ, દેશની દીકરીઓ અને પીડિતોને સશક્ત બનાવવા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્રણ કરોડ ગરીબોને અત્યાર સુધીમાં પાકા ઘર આપવામાં આવ્યા છે. 10 કરોડ પરિવારોને ધુમાડો ઓકતા ચૂલાથી મુક્તિ આપવામાં આવી છે.

કોઇ નાગરિક નાણાં વિના સારવારથી વંચિત રહેતો નથી: વડાપ્રધાન વડાપ્રધાન

6 કરોડ લોકોને નલ સે જલ યોજના થકી પીવાનું શુધ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. 50 કરોડ લોકોને રૂ.5 લાખ સુધીની મફત મેડીકલ સુવિધા અને સારવારની યોજના થકી લાભ મળતો થયો છે. વિધવાઓ, અશક્ત બહેનો, કિસાનોને જનધન ખાતામાં સીધી નાણાસહાય કરવામાં આવી રહી છે. આજે મારી માતાઓ અને બહેનોને સન્માનભેર જીવન જીવવાની તક મળી છે. પોતાના શાસનની સફળતા માટે ગુજરાતની માટીમાંથી મળેલા સંસ્કારોને યશ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આજે આપે આપેલી શિક્ષા, આપે મને આપેલા સંસ્કારો અને ગુજરાતની આ માટીનાં મુલ્યો થકી અમે સરકારનાં 8 વર્ષ પૂર્ણ કર્યા છે અને એ માટે હું મારૂ માથું નમાવી ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કિ જય થી પ્રવચનની શરૂઆત અને સમાપન કરનાર વડાપ્રધાને આટકોટની કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનાં લોકાર્પણની તક મળી એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને સહુનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આટકોટની આ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રનાં ગરીબો અને તમામ વર્ગો માટે આશિર્વાદરૂપ સેવા બની રહેશે.

કોઇ નાગરિક નાણાં વિના સારવારથી વંચિત રહેતો નથી: વડાપ્રધાન વડાપ્રધાન

આવું મોટું કામ કરનાર ડો.ભરત બોઘરા અને એમની ટીમ, તમામ દાતાઓ અને એ દાતાઓની માતાઓને પણ અભિનંદન આપું છું. જેમણે આવા સંતાનોને જન્મ આપ્યો. આટલી ગરમીમાં આટલી મોટી સંખ્યામાં હાજર રહેનાર માતાઓ અને બહેનો અને સહુનો હૃદયથી આભાર માનતા વડાપ્રધાને કહ્યું હતું કે, આપનાં આશિર્વાદ એ જ મારી શક્તિ અને મૂડી છે. આપના આશિર્વાદથી જ મેં દેશ અને ગુજરાતની સેવા કરવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે એ બદલ હું માતા અને બહેનોને નત મસ્તકે પ્રણામ કરું છું. વડાપ્રધાને કહ્યું હતું કે, જયારે સરકારની સેવા સાથે જનતાનો સાથ મળે છે ત્યારે આમ જનતાને વધુ સારી સેવાઓ પ્રાપ્ત થાય છે. વડાપ્રધાને આટકોટમાં આટલું મોટું કામ કરવા બદલ પાટીદાર સમાજને અભિનંદન આપી સમાજનાં સેવા અને સમર્પણની ભાવનાને ખૂબ જ બિરદાવ્યા હતા. વડાપ્રધાને તમામ દેશવાસીઓને સૌનો સાથ, સૌની સારવારનો નવો જીવનમંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 8 વર્ષ પહેલા તમે મને ગુજરાતમાંથી વિદાય આપી હતી પણ લાગે છે કે તમારો પ્રેમ વધતો જાય છે. તમે આપેલા શિક્ષા અને સંસ્કારનું પરિણામ છે કે, મેં 8 વર્ષ દેશની સેવામાં કોઈ કચાસ રાખી નથી. હું માથું નમાવી ગુજરાતની પ્રજાનો આભાર માનું છું અને સહુનો આદર કરું છું. આ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, અગાઉ લોકોને સારવાર લેવા માટે પણ દૂર- દૂર સુધી જવું પડતું હતું. આજે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને આશિર્વાદથી ગુજરાતનાં યુવાનોને ઘરઆંગણે સર્વોતમ મેડીકલ શિક્ષણ મળી રહ્યું છે. આજે વડાપ્રધાનની પ્રેરણાથી આપણે જન-જન સુધી આરોગ્ય સેવાઓને પહોંચાડી શક્યા છીએ.

કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનાં સ્વપ્નદ્રષ્ટા ડો.ભરત બોઘરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે પ્રારંભમાં વિખ્યાત કાઠિયાવાડી ચારણી દોહો લલકાર્યો હતો અને જણાવ્યું હતું કે, આજે આટકોટની ધરતી પર સોનાનો સુરજ ઉગ્યો છે. અહીં રચાયેલા આરોગ્ય મંદિરનો પ્રકાશ ગરીબોનાં ઘર સુધી પહોંચી રહ્યો છે. ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સમય આપીને હોસ્પિટલનું લોકાર્પણ કરવા આપણા દેશના પનોતાપુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન આટકોટ પધાર્યા છે. ત્યારે હું એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને એમનો આભાર માનું છું. આજે આપણે ગામડાઓમાં વસતા નથી પણ આપણે બધા વડાપ્રધાનનાં હૃદયમાં વસી રહ્યા છીએ. આજે એમણે ગરીબોની ચિંતા કરી અને અહીં આગમન કર્યું એ એમનો ઉપકાર આટકોટ અને સૌરાષ્ટ્રની ગરીબ પ્રજા કદી નહીં ભૂલે. ડો.બોઘરાએ કહ્યું હતું કે, હું મેડીકલમાં અભ્યાસ કરતો હતો ત્યારે જ મેં આટકોટ જેવા નાના ગામમાં આધુનિક હોસ્પિટલ બનાવવાનું સપનું જોયું હતું. ગરીબોને શ્રેષ્ઠ સારવાર મળી રહે એવું મારૂ સપનું આજે વડાપ્રધાનની પ્રેરણાથી સાકાર થયું છે. ડો.બોઘરાએ સ્પષ્ટ એવી હૈયાધારણા આપી હતી કે, કોઈ દર્દી પાસે પૈસા હોય કે ન હોય, આયુષ્માન કાર્ડ હોય કે ન હોય, કોઈ દર્દી અહીંથી સારવાર વિના પાછો નહીં જાય. વડાપ્રધાન આજે અહીં પધાર્યા છે. એ એમના સન્માનમાં આજે હું આ જાહેરાત કરું છું. બોઘરાની વિનંતીથી પ્રચંડ જનમેદની તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

ત્યારે વડાપ્રધાન પણ ભાવવિભોર થઇને ઉભા થઇ ગયા હતા અને જંગી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાને સવારે હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ વિવિધ વિભાગોની મુલાકાત પણ લીધી હતી અને મેડીકલ સુવિધા અને આધુનિક સાધનોનું નિરીક્ષણ કરી જરૂરી માહિતીથી વાકેફ થયા હતા. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાતની માટીનાં સંસ્કાર એવા છે કે, મેં 8 વર્ષમાં ભૂલથી પણ કંઈ ખોટું કર્યું નથી. એનડીએ સરકારનાં 8 વર્ષ ગરીબો, માતાઓ અને આદિવાસીઓ તથા યુવાનોને સમર્પિત રહ્યા છે. અગાઉની સરકારો વખતે ગુજરાતની યોજનાઓ પેન્ડીંગ જ પડી રહેતી. મોદીનું નામ જોઇને જ એમનું મગજ ફટકી જતું હતું અને યોજનાઓને અભેરાઈ પર ચડાવી દેવામાં આવતી હતી. વડાપ્રધાને અગાઉની સરકારની કામગીરી પર ભારે આકરા પ્રહારો કર્યા હતા. જયારે ભાજપ પ્રેરિત એનડીએ સરકારની 8 વર્ષની સિધ્ધિઓનું વિગતવાર આંકડાઓ સાથે વર્ણન કરી ખૂબ વિનમ્રતા સાથે લોકોનાં આશિર્વાદ બદલ માથું ઝુકાવી ઋણ સ્વીકાર કર્યો હતો.

Read About Weather here

વડાપ્રધાન આટકોટથી રાજકોટ થઈને ગાંધીનગર રવાના થયા છે. જ્યાં વડાપ્રધાન રાજભવનમાં રોકાણ કરશે. સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિરમાં યોજાયેલા સહકારી સંમેલનને સંબોધન કરશે. કલોલ ખાતેનાં અતિઆધુનિક નેનો યુરીયા પ્લાન્ટનું લોકાર્પણ કરશે. એક દિવસની યાત્રા બાદ વડાપ્રધાન સાંજે નવી દિલ્હી જવા રવાના થશે. આટકોટમાં પ્રચંડ જનમેદની એકઠી થઇ હતી અને હર્ષનાદો સાથે વડાપ્રધાનને લોકોએ હરખભેર આવકાર્યા હતા. વિશાળકાય ડોમ આખો ખીચોખીચ થઇ ગયો હતો અને ડોમની બહાર મેદાનમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here