કોંગ્રેસ તો ડૂબી રહી છે, મને પણ ડુબાડી દેશે: પ્રશાંત કિશોર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જાણીતા રાજકીય ખેલંદા અને ચૂંટણી વ્યૂહબાજ પ્રશાંત કિશોર કોંગ્રેસથી હાથ જોડી ગયા છે. આજે દેશના સૌથી જુના પક્ષ પર આકરા પ્રહારો કરતા પ્રશાંત કિશોરે સાફસાફ જાહેર કર્યું હતું કે, જીવનમાં હવે ક્યારેય કોંગ્રેસ સાથે કામ નહીં કરું. કોંગ્રેસ તો ડૂબી રહી છે મને પણ ડૂબાડી દેશે. તેમણે ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે મારો 10 વર્ષ જુનો રેકર્ડ ખરાબ કરી નાખ્યો છે.બિહારમાં રાજદનાં સદગત નેતા રઘુવંશ પ્રસાદસિંઘનાં નિવાસી સ્થાનેથી મીડિયા અને રાજકીય મહાનુભાવો સાથે પોતાના જન-સુરાજ રાજકીય જન આંદોલન સંદર્ભે વાતચીત કરતા પ્રશાંત કિશોરે રાજકીય પક્ષો અને નેતાઓ સાથે કરેલી કામગીરીની વિગતવાર વાતચીત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે કહ્યું હતું કે, મેં એ રાજકીય પક્ષો અને નેતાઓ સાથે કામ કરીને એમને 10 ચૂંટણીઓ જીતવામાં મદદ કરી પણ માત્ર 1 ચૂંટણીમાં મે પરાજય જોયો અને એ કોંગ્રેસ પક્ષ સાથેની કામગીરીને કારણે પરાજય સહન કરવો પડ્યો. એમનો નિર્દેશ 2017 ની યુપી વિધાનસભા ચૂંટણીઓ તરફ હતો.પ્રશાંત કિશોરે ઉમેર્યું હતું કે, 2014 ની લોકસભા ચૂંટણીઓમાં હું ભાજપ સાથે સંકળાયેલો હતો. એ પછી 2015 માં જેડીયુ સાથે સંકળાયો હતો. 2017 માં પંજાબ અને 2019 માં જગનમોહન રેડ્ડીને આંધ્રમાં ચૂંટણી જીતવામાં મદદ કરી હતી. 2020માં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે અને 2021 માં પશ્ચિમ બંગાળ તથા તમિલનાડુમાં કામ કર્યું હતું. આવી રીતે 11 ચૂંટણીઓમાં મે ભૂમિકા ભજવી તેમાંથી 1 ચૂંટણી હાર્યો અને એ પણ કોંગ્રેસ સાથેની યુપીની ચૂંટણી હાર્યો.

Read About Weather here

ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે, મારો રાજકીય સફળતાનો ટ્રેક રેકર્ડ ખરાબ કરી નાખનાર કોંગ્રેસ સાથે હવે હું ક્યારેય કામ નહીં કરું.પ્રશાંત કિશોરે હાથ જોડીને બધાની વચ્ચે કહ્યું હતું કે, અભી કી જો કોંગ્રેસ કી વ્યવસ્થા હૈ વો ઐસી હૈ કી આપને તો સુધરેગા નહીં ઔર હમકોભી ડૂબા દેગા. કોંગ્રેસમાં કોઈ સુધારો થઇ રહ્યો નથી.તેમણે કહ્યું હતું કે, મેં હંમેશા ગાંધીજીમાંથી પ્રેરણા લીધી છે અને એમના સમયની કોંગ્રેસ જ મારી પ્રેરણા અને પથદર્શક રહી છે. એ સમયે કોંગ્રેસ પર કોઈ પરિવાર કે કોઈ ટોળકીનું વર્ચસ્વ ન હતું અને જે કોઈ ધગશવાળી અને જુસ્સાવાળી વ્યક્તિ હોય એ પક્ષમાં આવી શકતી હતી અને વિકાસ પામી શકતી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસને તેના માળખાકીય અને સંસ્થાગત પ્રશ્નો જે ઊંડે સુધી ઘર કરી ગયા છે તેનો નિકાલ લાવવા માટે સક્ષમ નેતૃત્વ અને સામુહિક સંકલ્પ શક્તિની જરૂર છે. એ માટે પક્ષમાં સુધારા અને પરિવર્તન લાવવા પડે. બિહાર કોંગ્રેસનાં નેતા મદનમોહન ઝા એ પ્રશાંત કિશોરનાં વિધાનોની આકરી ટીકા કરી હતી અને સીધો સવાલ કર્યો હતો કે, જો પ્રશાંત કિશોર યુપીમાં કોંગ્રેસને કારણે પોતે હારી ગયાનું કહેતા હોય તો તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસનાં નેતાઓને શું કામ મળ્યા હતા અને શું કામ વિગતવાર સૂચનોનો અહેવાલ રજુ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here