કોંગ્રેસ અધ્યક્ષપદ માટે આજે મતદાન

કોંગ્રેસ અધ્યક્ષપદ માટે આજે મતદાન
કોંગ્રેસ અધ્યક્ષપદ માટે આજે મતદાન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે આજે મતદાન થશે. મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે સીધો મુકાબલો છે. દેશભરમાં સ્ટેટ કોંગ્રેસ કમિટી (PCC)નાં કાર્યાલયોમાં 9 હજાર પ્રતિનિધિ (મતદારો) પોતાનો મત આપશે. સોમવારે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થશે. ડેલિગેટ્સ સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરી શકશે. ડેલિગેટ્સ PCC ઓફિસમાં જઈને બેલેટ પેપર પર તેમની પસંદગીના ઉમેદવાર સામે નિશાન લગાવશે અને એને ફોલ્ડ કરીને બેલેટ બોક્સમાં નાખશે.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસ-અધ્યક્ષપદ માટે નામાંકન ભરવાનો સમય 24થી 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવ્યો હતો. શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગેએ નામાંકન માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી નોંધાવી હતી. મલ્લિકાર્જુન ખડગેના નોમિનેશનમાં કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી

Read About Weather here

કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી (CEA)એ કહ્યું હતું કે ચૂંટણીમાં 36 મતદાન કેન્દ્ર, 67 બૂથ હશે. યુપીમાં મહત્તમ 6 બૂથ હશે. દરેક 200 પ્રતિનિધિ માટે એક બૂથ બનાવવામાં આવ્યું છે. ભારત જોડો યાત્રામાં સામેલ રાહુલ ગાંધી સહિત 47 પ્રતિનિધિ કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કરશે.આજે મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરે આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here