કોંગ્રેસની ઉંઘ ઉડી, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મનોમંથન કવાયત

કોંગ્રેસની ઉંઘ ઉડી, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મનોમંથન કવાયત
કોંગ્રેસની ઉંઘ ઉડી, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મનોમંથન કવાયત

ગુજરાતમાં પક્ષની નેતાગીરીમાં ફેરફારો સહિતના મુદ્ાઓ પર ચર્ચા વિચારણા: લાંબા સમય બાદ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કારોબારી મળી: પક્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષના નામ સહિત સંસ્થા પાંખના નવા નેતાઓના નામ પર પણ ચર્ચા: પાંચ રાજયોની આગામી વિધાનસભા ચૂંટણીઓમાં સફળતા માટે વિચારાતી વ્યૂહ રચના
ગાંધીએ પક્ષને કહયું, હું પૂર્ણ કાલીન પ્રમુખ તરીકે કામ કરીશ કોઇ મીડિયા પાસે ન જાય સીધી મારી સાથે વાત કરે

લાંબા સમયબાદ આખરે કોંગ્રેસની ઉંઘ ઉડી જવા પામી છે અને વિવિધ મુદ્ાઓ પર ચર્ચા વિચારણા કરવા અને પક્ષને નવું જોમ પ્રદાન કરવાના પ્રયાસ રૂપે આજે નવી ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો પ્રારંભ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બેઠકમાં પક્ષના અલગ-અલગ રાજયના સંગઠન માળખામાં મોટા પાયે વાઢ કાપની કવાયત કરવામાં આવે છે કે કેમ એ જોવાનું રહેશે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ વિચારવામાં આવે એવી પણ શકયતા છે.

માહિતગાર રાજકીય સુત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં નવા નેતાના નામ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. પક્ષમાં આંતરીક ચૂંટણીઓ અંગેનો પણ નિર્ણય લેવાય તેવી સંભાવના દેખાય રહી છે.

જો કે, કોંગ્રેસની યુવા પેઢી સામે લડત ચલાવતી બુઝુર્ગ નેતાઓની જી-23 ટીમ હાલ કોઇ પણ પ્રકારની સંસ્થા પાંખની ચૂંટણીઓના વિચાર સામે વિરોધ કરી રહી છે. સીનીયર નેતાઓ એવું કહી રહયા છે

કે, પાંચ રાજયોની ચૂંટણીઓમાં સફળતા મેળવવા તરફ ધ્યાન આપવું જોઇએ. અત્યારે જો કે નારાજ નેતાઓના સુર ધીમેધીમે મંદ થઇ રહયા છે.કારોબારીને સંબોધન કરતા સોનિયા ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

અને દેશની બગડતી જતી અર્થ વ્યવસ્થા અંગે ધેરી ચિંતા વ્યકત કરી હતી. સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, ખીરીની ઘટના ભાજપની માનસીકતા દર્શાવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો વધીને રૂ.100 થઇ ગયા છે.

રાંધણગેસનો ભાવ વધીને રૂ.900 થઇ ગયો છે. આકરા ભાવ વધારાથી જનતા પર ભારે બોજો આવી પડયો છે. દેશની અર્થવ્યવસ્થા ગંભીર ચિંતા ઉભી કરી રહી છે.

આજે સવારે સોનિયા ગાંધીના અધ્યક્ષતામાં પક્ષની કારોબારીનો પ્રારંભ થયો એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, લખીમપુર ખીરી હિંસા, કિસાન આંદોલન, મોંઘવારી, પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓ અને પક્ષની સંસ્થા પાંખની આંતરીક ચૂંટણીઓ જેવા

મુદ્ાઓ પર નેતાગીરી વ્યાપક મનોમંથનની કવાયત કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ પણ કારોબારી બેઠકમાં રજૂ કરવામાં આવે તેવી શકયતા છે.

કારોબારી બેઠક યોજવા સમયથી કોંગ્રેસમાં માંગ થઇ રહી હતી. છેવટે સોનિયા ગાંધીએ પક્ષના વડા મથકે આજે બેઠક યોજી છે અને તમામ મુદ્ાઓ પર ઉંડી ચર્ચા વિચારણાની કસરત થઇ રહી છે.

પંજાબમાં કોંગ્રેસમાં શરૂ થયેલો ડખ્ખો અત્યારે તો શમાવી લેવાયો છે. કેમ કે, રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ નવજોતસિંઘ સિધ્ધુના આક્રમક તેવર પણ પડી ગયા છે અને પ્રદેશ પ્રમુખ પદે ચાલુ રહેવાની જાહેરાત કરી દીધી છે.

Read About Weather here

અન્ય અસંતુષ્ઠ અને નારાજ નેતાઓ સાથે પણ લાંબા સમયથી ચર્ચાઓ થઇ રહી છે. અંબિકા સોની અને કમલનાથ નારાજ નેતાઓને મળીને સતત એમને મનાવી રહયા છે. એટલે કારોબારીમાંથી નેતાઓ આક્રમક નહીં બને એવી પણ શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here