કોંગ્રેસના વડા સોનિયા ગાંધી 15મીએ સૌરાષ્ટ્ર આવશે?

કોંગ્રેસના વડા સોનિયા ગાંધી 15મીએ સૌરાષ્ટ્ર આવશે?
કોંગ્રેસના વડા સોનિયા ગાંધી 15મીએ સૌરાષ્ટ્ર આવશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે વડાપ્રધાન સહિતનાં ભાજપનાં રાષ્ટ્રીય કક્ષાનાં નેતાઓ એકથી વધુ વખત ગુજરાતની યાત્રા કરી ગયા છે. હવે આગામી દિવસોમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય વડા સોનિયા ગાંધી આવતા મહીને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શક્યતા કોંગ્રેસનાં આધારભૂત સૂત્રોએ વ્યક્ત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષને માર્ગદર્શન આપવા સોનિયા ગાંધી રાજકોટ આવે તેવી સંભાવના છે.
કોંગ્રેસના નજીકના સૂત્રોએ એવું જણાવ્યું છે કે, આગામી તા.15 જુને સોનિયા ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાતે આવે અને રાહુલ ગાંધી પણ સાથે આવે તેવો કાર્યક્રમ અત્યારે કામચલાઉ ધોરણે નક્કી થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

એવું જાણવા મળ્યું છે કે, સોનિયા ગાંધી જસદણ, ચોટીલા અથવા રાજકોટ ખાતે જાહેરસભાને સંબોધન કરે એવો કાર્યક્રમ ગોઠવવાની પ્રદેશ કોંગ્રેસ મોવડીઓ મથામણ કરી રહ્યા છે. આ માટેની તૈયારીઓ અત્યારે શરૂ થઇ ચુકી છે અને આગામી દિવસોમાં તૈયારીઓ પરીપૂર્ણ થયા બાદ કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધીનાં કાર્યક્રમની દિવસ અને તારીખ સતાવાર રીતે જાહેર થઇ શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે હવે માંડ 6 મહિના જેવો સમય બાકી રહ્યો છે. ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સોનિયા ગાંધી ગુજરાત આવે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે. જો એમની યાત્રા સતાવાર રીતે ફાઈનલ થઇ જાય તો ચૂંટણી સમયે કોંગ્રેસ માટે ખૂબ જ લાભકારક અને ઉત્સાહ પ્રેરક પુરવાર થઇ શકે છે. બનતા સુધી રાહુલ ગાંધી પણ સાથે જ આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.તાજેતરમાં જયપુરમાં ત્રણ દિવસ સુધી કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ તેમાં પણ ગુજરાત સહિતનાં રાજ્યોનો પક્ષનાં સંગઠનને વધુને વધુ મજબુત બનાવવા અને આમ આદમી સાથેનો નાતો ફરીથી સુદ્રઢ કરવાની દિશામાં ઊંડું મનોમંથન કરવામાં આવ્યું હતું. એ પછી દિલ્હીમાં કોંગ્રેસ કારોબારીની પણ મહત્વની બેઠક મળી હતી. જેમાં પક્ષનાં કલેવરને ચમકાવવા માટે કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રદેશ કક્ષાએ વાત કરીએ તો રાજ્યનાં પ્રભારી સહિત તમામ રાજ્યોનાં પ્રભારીઓ સાથે પણ દિલ્હીમાં બેઠક યોજવામાં આવી હતી અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં બંને પ્લેટફોર્મ પર કોંગ્રેસનાં સર્વેસર્વા સોનિયા ગાંધીએ પક્ષનાં તમામ નેતાગણને સાફ કહી દીધું હતું કે, કોંગ્રેસે બધાને ઘણું બધું આપ્યું છે હવે એ લોકોએ ઋણ ચૂકતે કરવું જોઈએ અને તમામ વિવાદોને ભૂલીને એક મંચ પર આવી પક્ષ માટે કામે લાગી જવું જોઈએ.રાષ્ટ્રીય કક્ષાએથી ગુજરાતની મુલાકાત લેનાર કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતાઓમાંથી માત્ર રાહુલ ગાંધી છે.

Read About Weatherhere

તેઓ બેવાર તાજેતરનાં સમયમાં ગુજરાત આવી ગયા છે અને પક્ષને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તે પછી પહેલીવાર લાંબા સમયે સોનિયા ગાંધી સૌરાષ્ટ્ર આવી રહ્યાની ચર્ચાથી કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહનું સુનામી ફરી વળ્યું દેખાઈ છે. આ રીતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો તૈયારીઓનો શંખનાદ સંભળાવા લાગ્યો છે. બંને રાષ્ટ્રીય પક્ષોએ નગારે ઘા કરી દીધો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here