કેસરી હિન્‍દ પુલથી હોસ્‍પિટલ ચોક વચ્‍ચેના બન્ને બાજુના સર્વિસ રોડ ડામરથી મઢી ખુલ્‍લા મુકાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જેના કારણે ભયંકર ટ્રાફિક સમસ્‍યા ઉભી થાય છે. શહેરનાં સિવિલ હોસ્‍પિટલ ચોકમાં કુલ પાંચ રસ્‍તાઓનો સંગમ થાય છે.જેનો કાયમી ઉકેલ લાવવા મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ મુખ્‍ય રસ્‍તાઓનો ટ્રાયેન્‍ગ્‍યુલર ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્‍યારે શહેરનાં પેડક રોડ, સંતકબીર રોડ, મોરબી રોડ, કુવાડવા રોડ તરફ જતા હજારો વાહન ચાલકો માટે રાહતનાં સમાચાર મળી રહ્યા છે. કેમ કે કેસરી હિન્‍દ પુલથી મોચીબજાર તરફ ખટારા સ્‍ટેન્‍ડ તરફ આવવાનો  તથા  જુની કલેકટર કચેરી તરફના સર્વિસ રોડ  ડામર થી મઢી ખુલ્લો મુકતા  હજારો વાહનો ચાલકો રાહત અનુભવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે હોસ્‍પિટલ ચોક થી જામનગર રોડ તરફ જવાનો સર્વિસ રોડનું કામ કાર્યરત છે. આ રોડ જુલાઇમાં ખુલ્લો મુકવાની શકયતાઓ તંત્ર વાહક દર્શાવી રહ્યા  છે. હાલ ચોકમાં ગડરનું કામ ચાલુ છે.શહેરમાં વસ્‍તી અને વાહનોની સંખ્‍યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે . ત્‍યારે વર્તમાન અને ભવિષ્‍યની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને સરળ પરિવહનના ઉદેશને પરિપૂર્ણ કરવા મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારના સહયોગથી નાનામવા સર્કલ , રામાપીર સર્કલ , કે.કે.વી. ચોક . કાલાવડ રોડ જસ પાસે ઓવરબ્રીજ અંદાજીત કુલ રૂ . ૨૭૫ કરોડનાં ખર્ચે નિર્માણ થઇ રહ્યા છે.

Read About Weather here

આ બ્રિજનું કામ સમય મર્યાદામાં પુર્ણ કરવા અને કામમા ગતી આપવા માટે તંત્ર વાહકો સજ્જ છે ત્‍યારે ૧૦૧.૩૧ કરોડના ખર્ચે હોસ્‍પિટલ ચોકમાં નિર્માણ પામી રહેલ ટ્રાન્‍યએંગલ બ્રિજને લાગુ કુવાડવા રોડથી કેસરી હિન્‍દ પુલથી આઇપી મીશન સ્‍કુલ થઇ મોચી બજાર, ખટારા સ્‍ટેન્‍ડ તરફ જવા તથા જુની કલેકટર કચેરીથી કેસરી હિન્‍દ પુલ તરફ જવાનો નવા બ્રિજની સમાંતર સર્વિસ રોડᅠ પર ડામર કામ કરી ખુલ્લો મુકવામાં આવ્‍યો છે. ખાડા, લોહાણાપરા અને જુની કલેકટર ઓફીસ તરફનો ટ્રાફિક હળવો થયો છે અને લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડશે નહિ. . સમય, શકિત, ઇંધણની બચત થવા પામી છે.કેસરી હિન્‍દ પુલથી જિલ્લા કોર્ટને લાગુ ખટારા સ્‍ટેન્‍ડ ચોક સુધીનો સર્વિસ રોડ પણ ખુલ્લો મુકાતા ફોર વ્‍હીલર્સ સુધીના વાહન ચાલકોને રાહત થવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here