કેસની તપાસ સીબીઆઈ ને સોંપવાની આનાકાની કરતા રાજ્યોથી સુપ્રીમ કોર્ટ ખફા

CBI ના રાજકોટમાં દરોડા...!
CBI ના રાજકોટમાં દરોડા...!

કેન્દ્રીય એજન્સીઓ પ્રતિ અવિશ્ર્વાસ રાખવો એ ઇચ્છનીય નથી: અદાલતનો મત: બંગાળ સહિત 8 રાજ્યોમાં મંજૂરી અટકી પડ્યાની સીબીઆઈની કોર્ટમાં રજૂઆત

અલગ-અલગ કેસમાં સીબીઆઈ ને તપાસ માટે મંજૂરી આપવાની આનાકાની કરતા રાજ્યો સામે સુપ્રીમ કોર્ટએ નારાજગીની લાગણી વ્યક્ત કરી છે અને સ્પષ્ટ ટકોર કરી છે કે, સીબીઆઈ ને કેસની તપાસ માટે મંજૂરી નહીં આપવાનું રાજ્યોનું વલણ ઇચ્છનીય ગણાય નહીં.

Visit Saurashtra Kranti Homepage here

પશ્ર્ચિમ બંગાળ જેવા 8 રાજ્યોમાં ચોક્કસ કેસમાં તપાસ માટે મંજૂરીની પ્રક્રિયા રાજ્યોએ અટકાવી રાખી છે. તે અંગે સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું રજૂ કરવામાં આવ્યું હતું.

સીબીઆઈ નાં નિયામક એસ.કે.જેસવાલે એફીડેવિડ માં રજૂઆત કરી હતી કે પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, છતીસગઢ અને મિઝોરમ એ 8 રાજ્યોએ એમની સ્વીકૃતિ પછી ખેંચી લીધી છે.

આથી અલગ-અલગ કેસની તપાસ માટે કેન્દ્રીય તપાસ સંસ્થાને રાજ્યોની મંજૂરીની રાહ જોવી પડે છે. આ રાજ્યોને 150 કેસ માટે તપાસની મંજૂરી આપવા સીબીઆઈ એ માંગણી કરી છે.

પણ હજુ સુધી 8 કેસમાં સીબીઆઈ ને આગળ વધવાની મંજૂરી અપાઈ છે. વિલંબને કારણે સીબીઆઈ ની તપાસ પ્રક્રિયામાં અવરોધ આવે છે. અલગ-અલગ કેસમાં હાઈકોર્ટનાં સ્ટે પણ હોય છે.

આથી જે તે કેસની ટ્રાયલ શરૂ કરવામાં પણ ભારે વિલંબ થાય છે. સીબીઆઈ ને કોઈપણ રાજ્યમાં તપાસ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂરી બને છે. અત્યારે 78 ટકા કેસમાં મંજૂરી માટેની અરજીઓ પેન્ડીંગ પડી છે.

સીબીઆઈ એ રજૂઆત કરી છે કે, મોટાભાગનાં કેસ બેંક સાથે જંગી રકમની છેતરપીંડીને લગતા છે. આથી તપાસમાં વિલંબ થાય તો પુરાવાનો નાશ થઇ શકે છે. અથવા પુરાવા ભૂસી શકાય છે.

Read About Weather here

જેની તપાસ પર સીધી અસર થાય છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દાઓ પર સંબંધિત રાજ્યો અને હાઈકોર્ટને નોટીસ આપી છે અને ખુલાસા પૂછ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here