કેશોદ તાલુકામાં આંબામાં 20 દિવસ વહેલા ‘મોર’ આવ્યા

કેશોદ તાલુકામાં આંબામાં 20 દિવસ વહેલા ‘મોર’ આવ્યા
કેશોદ તાલુકામાં આંબામાં 20 દિવસ વહેલા ‘મોર’ આવ્યા

કેશોદ તાલુકામાં અંદાજે વીસ દિવસ વહેલા આંબામાં મોર આવી ગયા છે. ફળોની રાણી કેરીનું નામ સાંભળતા જ કેરીના સ્વાદ રસીકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ત્યારે કેરીના સ્વાદ રસીકો માટે સારા સમાચાર કહી શકાય આ વર્ષે કેરીનો સ્વાદ વહેલો ચાખવા મળશે તેવુ લાગી રહ્યું છે. ગત વર્ષે ચોમાસાની શરૂઆતથી અવારનવાર વાતાવરણમાં બદલાવ રહેવાના અને કમોસમી વરસાદના કારણે આ વર્ષે આંબામાં મોર આવવાની વહેલી શરૂઆત થઈ છે.

Reaf Saurashtra Kranti E-Paper here

દર વર્ષની જેમ આ વર્ષે પણ બે થી ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પાદન થાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. દર વર્ષે માગસર મહીનો અડધો પુર્ણ થયા બાદ આંબામાં મોર આવવાની શરૂઆત થતી હોય છે. ત્યારે કારતક મહીનામાં અનેક આંબાઓમાં મોર આવતા આ વર્ષે કેરીનું અંદાજે વીસ દિવસ વહેલું આગમન થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.

Read About Weather here

જોકે, અવારનવાર વાતાવરણમાં બદલાવ થતો રહેવાના કારણે કેરીનું ઉત્પાદન કેટલું થશે તે હાલ કહેવું મુશ્કેલ છે. પણ કેરીની સીઝન લાંબો સમય રહેશે તેવું નિષ્ણાંત ખેડુતોનું માનવું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here