કેશોદ તાલુકાના આહિર યુવાનો દ્વારકા ખાતે મટકી ફોડ કાર્યક્રમમાં જોડાશે

કેશોદ તાલુકાના આહિર યુવાનો દ્વારકા ખાતે મટકી ફોડ કાર્યક્રમમાં જોડાશે
કેશોદ તાલુકાના આહિર યુવાનો દ્વારકા ખાતે મટકી ફોડ કાર્યક્રમમાં જોડાશે

જન્માષ્ટમી નિમિતે દ્વારકાધીશના જગત મંદિર સુધી શોભાયાત્રા નીકળે તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજાય


દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર વર્ષે આહિર સમાજ દ્વારા દ્વારકાધીશનાં જગતમંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છ અનેે શોભાયાત્રાનાં માર્ગ પર મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે. કેશોદ તાલુકાનાં આહિર સમાજના યુવાનો દ્વારા દર વર્ષે ટીમ બનાવી મટકી ફોડ કાર્યક્રમમાં જોડાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે કાર્યક્રમ યોજાયો ન હતો ત્યારે આ વર્ષે શોભાયાત્રા કાઢવામાં આવનારી છે. જેથી કેશોદ આહિર યુવક મંડળનાં યુવાનો ઈસરા ગામે ધુળેશીયા બાપાનાં મંદિરના પટાંગણમાં રોજ રાત્રીના સમયે બાલાગામ, બામણાસા, સરોડ, ઈસરા,ખમીદાણા, નાની ઘંસારી અને અખોદર ગામનાં આહિર યુવાનો એકઠાં થઈ પ્રેક્ટિસ કરી રહ્યાં છે

સમગ્ર સૌરાષ્ટ્રનાં ભાવિકો, ભક્તો ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે, દ્વારકા ખાતે ઉમટી પડશે ત્યારે કેશોદનાં આહિર યુવાનો મટકી ફોડ કાર્યક્રમમાં જોડાઈ કેશોદ શહેર તાલુકાને ગૌરવ અપાવશે.

Read About Weather here

કેશોદ તાલુકાના આહિર યુવક મંડળનાં ભરતભાઈ બારીઆ, સંજયભાઈ કંદોરીયા, જયેશભાઈ સોલંકી, રાજુભાઈ બોદર, મહેશભાઈ કરંગીયા, રમેશભાઈ ભેડા જહેમત ઉઠાવી રહ્યાં છે.(6.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here